Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની હેરાફેરી ઝડપાઈ:ખોટી નંબર પ્લેટ લગાવી 3.46 લાખની દારૂની હેરાફેરી કરતી ક્રેટા કાર ઝડપાઇ

    5 days ago

    પીપલોદ પોલીસ સ્ટેશનની ટીમે ભથવાડા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલી એક ક્રેટા કાર ઝડપી પાડી છે. ચોંકાવનારી વાત એ છે કે, બુટલેગરોએ પોલીસને છેતરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ભથવાડા ગામે તપાસ કરતા સફેદ કલરની ક્રેટા ગાડી નંબર GJ-09-BN-7111 શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ ગાડી પર લગાવવામાં આવેલી નંબર પ્લેટ ખોટી હતી અને તેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરવામાં આવતો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના નાના-મોટા કુલ 816 નંગ પ્લાસ્ટિક અને કાચના ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. જેની કિંમત 3,46,280 આંકવામાં આવી હતી. પોલીસે 3 લાખની કિંમતની કાર અને દારૂ મળી કુલ 6,46,280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને આવતા જોઈ ગાડીનો ચાલક અને તેનો સાથીદાર અંધારાનો લાભ લઈ મુદ્દામાલ મૂકીને નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે ગાડીના માલિક જાકીરભાઈ અહેમદભાઈ મન્સૂરી રહે. ખેડબ્રહ્મા, સાબરકાંઠા અને ફરાર ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તથા બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીપલોદ PSI એ.એન. પરમારે હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રમિકનું કમકમાટીભર્યુ મોત:દાહોદ પાસે ચાલતી ટ્રકનો ડાલો ખુલી જતાં નીચે પટકાતાં ઘાયલ શ્રમિકનું મોત
    Next Article
    લો-વોલ્ટેજથી લોકો પરેશાન:ગોધરા રેલવે સ્ટેશન પાસેનું ટ્રાન્સફોર્મર શોભાના ગાંઠિયા સમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment