Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રમિકનું કમકમાટીભર્યુ મોત:દાહોદ પાસે ચાલતી ટ્રકનો ડાલો ખુલી જતાં નીચે પટકાતાં ઘાયલ શ્રમિકનું મોત

    5 days ago

    દાહોદ જિલ્લાના નાનીઝરી ગામે નદીના પુલ પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં દેલસર વિસ્તારના એક શ્રમિકનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. કરીયાણાનો સામાન ભરીને જતી ટ્રકનો પાછળનો ડાલો અચાનક ખુલી જતાં તેના પર બેઠેલા મજૂર રોડ પર પટકાયો હતો જેના કારણે તેને માથામાં જીવલેણ ઈજાઓ થઈ હતી. દાહોદના દેલસર નિનામા ફળિયાના 40 વર્ષીય નરેશભાઈ જવસિંગ નિનામા દાહોદ યાદગાર ચોકમાં રહેતા હૈદર હબીબ મિર્ઝાની ટ્રકમાં મજૂરી કામ કરતા હતા. ગત તા.1 મેના રોજ તેઓ ટ્રકમાં દાહોદ યશ માર્કેટમાંથી કરીયાણાનો સામાન ભરી પીપલોદથી દેવગઢ બારીયા ખાલી કરવા જઈ રહ્યા હતા. બપોરના આશરે બે વાગ્યાના સુમારે નાનીઝરી નદીના પુલ પરથી પસાર થતી વખતે રસ્તામાં પડેલા એક ખાડામાં ટ્રકનું ટાયર પડ્યું હતું. ખાડાના ઝટકાને કારણે ટ્રકનો પાછળનો લોખંડનો ડાલો અચાનક ખુલી ગયો હતો. ડાલો ખુલતાની સાથે જ નરેશભાઈ સીધા રોડ પર પટકાયા હતા અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાંચ દિવસથી બેભાન અવસ્થામાં મોત સામે જંગ લડી રહેલા નરેશભાઈનું 6 મેના રોજ સવારે અવસાન થયું હતું. મૃતક નરેશભાઈ પાંચ બાળકોના પિતા હતા અને મજૂરી દ્વારા પરિવારનું ભરણપોષણ કરતા હતા.
    Click here to Read More
    Previous Article
    જીવલેણ હુમલો:કલજીની સરસવાણી ગામમાં રસ્તાના વિવાદમાં પિતા - પુત્ર પર જીવલેણ હુમલો
    Next Article
    દારૂની હેરાફેરી ઝડપાઈ:ખોટી નંબર પ્લેટ લગાવી 3.46 લાખની દારૂની હેરાફેરી કરતી ક્રેટા કાર ઝડપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment