Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્લી જળાશયની હાલત દયનીય:કર્લી જળાશયમાં ગાંડીવેલનો આતંક, જળચર પ્રાણીઓ સામે ખતરો મંડરાયો

    2 days ago

    પોરબંદરમાં કર્લી જળાશયમાં ગાંડીવેલ પોતાનો વ્યાપ વધારતી રહી છે, આમછતાં હજુસુધી ગાંડીવેલને દૂર કરવાની કામગીરી કરવામાં આવી ન હતી. હવે રહી રહીને ગાંડીવેલ દૂર કરવા માટે મનપા દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું હતું, જે પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે. પોરબંદરમાં આવેલ કર્લી જળાશય મીઠા પાણીના સંગ્રહ કરવાની સરકારી યોજના છે. જળાશયમાં મીઠું પાણી છે અને ખાડી સાથે જોઇન્ટ થાય છે. મીઠુ અને ખારું પાણી મિક્સ ન થાય તે માટે આ મીઠું અને ખારું પાણી અલગ રહે તે માટે નાના નાના બાંધ બાંધવામાં આવ્યા છે. કર્લી જળાશય ચિકાસા ગામથી લઈને પોરબંદરની ચોપાટી સુધી મીઠા પાણીની યોજના છે. આ જળાશયમાં અનેક જળચર પક્ષીઓ અને માછલીઓ, સાપ, વનસ્પતિઓ આવેલ છે. મહત્વની વાત એછેકે, કર્લી જળાશયમાં ગાંડી વેલની સામ્રાજ્ય છવાયું છે, ગાંડીવેલ એટલી ફેલાય ગઈ છેકે એક સાઇડ તો પાણી જ દેખાતું બંધ થઈ ગયું છે. તંત્રની બેદરકારીના કારણે મીઠાપાણીની યોજના ફેઈલ થઈ છે. ગાંડી વેલના કારણે પાણીમાં રહેલ માછલી સહિતના જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. આવા જળચર પ્રાણીઓ સામે પણ ખતરો સર્જાયો છે, કર્લી જળાશયમાં ફેલાયેલા ગાંડીવેલ (જળકુંભી)ના નિકાલ માટે અંદાજિત રૂ. 59 લાખના ખર્ચે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રથમ ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ ગઈ છે. મનપા દ્વારા ગાંડીવેલ દૂર કરવા બીજો પ્રયાસ કરાયો જળાશયમાં વધતી ગાંડીવેલ પાણીના સ્વાભાવિક પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે પાણીની ગુણવત્તા ખરાબ થાય છે અને સંગ્રહ ક્ષમતા ઘટે છે. જેથી મનપા દ્વારા રૂ.59 લાખના ખર્ચે ગાંડીવેલ દૂર કરવા બીજો પ્રયાસ કરી બીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધોરણ-10નું પરિણામ:પોરબંદર જિલ્લામાં ધોરણ 10 બોર્ડના પરિણામમાં કેન્દ્ર વાઇઝ પરિણામ : ગત વર્ષની સરખામણીએ નાગકા કેન્દ્રના પરિણામમાં 18.28 ટકાનો મોટો ઘટાડો નોંધાયો
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પોરબંદર જિલ્લાનું 1400 મેટ્રિક ટન ખાતર ભારત ન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment