Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ-10નું પરિણામ:પોરબંદર જિલ્લામાં ધોરણ 10 બોર્ડના પરિણામમાં કેન્દ્ર વાઇઝ પરિણામ : ગત વર્ષની સરખામણીએ નાગકા કેન્દ્રના પરિણામમાં 18.28 ટકાનો મોટો ઘટાડો નોંધાયો

    2 days ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં પોરબંદર જિલ્લાના વિવિધ કેન્દ્રોના પરિણામ જાહેર થયા છે. જિલ્લામાં મહિયારી કેન્દ્રએ સૌથી વધુ 94.72 ટકા પરિણામ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે દેવડા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 58.13 ટકા નોંધાયું છે. જિલ્લાના કેન્દ્રવાર પરિણામ મુજબ પોરબંદર કેન્દ્રનું પરિણામ 81.00 ટકા રહ્યું છે, જે ગયા વર્ષે 81.82 ટકા હતું. કુતિયાણા કેન્દ્રમાં 89.67 ટકા પરિણામ આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 2.75 ટકાનો વધારો દર્શાવે છે. રાણાવાવ કેન્દ્રનું પરિણામ 73.57 ટકા રહ્યું છે, જે ગયા વર્ષ કરતાં 6.38 ટકા વધુ છે. માધવપુર (ઘેડ) કેન્દ્રમાં 72.44 ટકા પરિણામ નોંધાયું છે, જે ગયા વર્ષની 76.11 ટકાની સરખામણીએ 3.67 ટકાનો ઘટાડો દર્શાવે છે. રાણા કંડોરણા કેન્દ્રનું પરિણામ 82.58 ટકા રહ્યું છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ 4.11 ટકાનો ઘટાડો થયો છે. વિસાવાડા કેન્દ્રમાં 68.35 ટકા પરિણામ આવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 2.29 ટકા વધુ છે.દેવડા કેન્દ્રનું પરિણામ 58.13 ટકા રહ્યું છે, જે ગયા વર્ષની 73.25 ટકાની સરખામણીએ 15.13 ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે. મહિયારી કેન્દ્રમાં 94.72 ટકા પરિણામ આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 2.98 ટકાનો વધારો છે. નાગકા કેન્દ્રનું પરિણામ 65.93 ટકા રહ્યું છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ 18.28 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. બળેજ કેન્દ્રનું પરિણામ 91.14 ટકા રહ્યું છે, જે ગયા વર્ષની 90.31 ટકાની સરખામણીએ 0.83 ટકાનો વધારો દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તમ સરકારી શિક્ષણ:પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઇસ્કુલમાં ધોરણ 10નું 93.84 ટકા પરિણામઆવ્યું
    Next Article
    કર્લી જળાશયની હાલત દયનીય:કર્લી જળાશયમાં ગાંડીવેલનો આતંક, જળચર પ્રાણીઓ સામે ખતરો મંડરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment