Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તમ સરકારી શિક્ષણ:પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઇસ્કુલમાં ધોરણ 10નું 93.84 ટકા પરિણામઆવ્યું

    2 days ago

    ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઇસ્કુલનું 93.84 ટકા પરિણામ આવ્યું છે. ખાસ કરીને A 1 ગ્રેડ માં 6 અને A 2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી - માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વખતે 79.59 ટકા પરિણામ નોંધાયું છે. ત્યારે સરકારી સ્કૂલની વાત કરીએ તો પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલનું 93.84 ટકા પરિણામ આવ્યું છે. A 1 ગ્રેડ માં 6 અને A 2 ગ્રેડમાં 10 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે ત્યારે આ હાઈસ્કુલ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ખુશી વ્યક્ત કરી હતી. સરકારી હાઇસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અદિતિ નારણભાઈ કૃષ્ણવાલા 99.36 PR સાથે સ્કૂલમાં પ્રથમ, સોહમ જાદવ 98.82 PR સાથે દ્વિતીય, હેમ થાનકી 97.08 PR, હેની વારા 96.66, પરી મોઢા 96.36 અને ઈસા પરમાર 96.36 PR સાથે A 1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે A 2 ગ્રેડમાં સૃષ્ટિ લાલકિયા, દીપેશ વાજા, હર્ષિત સોલંકી, નિશિતા કૃષ્ણવડા, આસ્થા કૃષ્ણવડા, હર્ષ વાઢેર, જય ચાવડા, ભક્તિ ઠાકર અને ખુશી ભરડાનો સમાવેશ થયો છે. હાઈસ્કૂલના પ્રિન્સીપાલ નમ્રતાબા વાઘેલાએ છાત્રોને અભિનંદન પાઠવી પેંડા ખવડાવી મો મીઠા કરાવ્યા હતા અને આગળના ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી, અને સ્કૂલના શિક્ષકોને પણ અભિનંદન આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    એમ.ઈ.એમ. સ્કૂલની થશે કાયાપલટ:પોરબંદરમાં એમ.ઈ.એમ. સ્કૂલનું રૂ.10.45 કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ શરૂ કરાયું
    Next Article
    ધોરણ-10નું પરિણામ:પોરબંદર જિલ્લામાં ધોરણ 10 બોર્ડના પરિણામમાં કેન્દ્ર વાઇઝ પરિણામ : ગત વર્ષની સરખામણીએ નાગકા કેન્દ્રના પરિણામમાં 18.28 ટકાનો મોટો ઘટાડો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment