Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમ.ઈ.એમ. સ્કૂલની થશે કાયાપલટ:પોરબંદરમાં એમ.ઈ.એમ. સ્કૂલનું રૂ.10.45 કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ શરૂ કરાયું

    2 days ago

    પોરબંદર મનપા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલના આધુનિક નવનિર્માણ પ્રોજેક્ટને હવે વેગ મળ્યો છે. શહેરના કમલાબાગ વિસ્તારમાં આવેલી જૂની અને જર્જરીત શાળાની ઇમારત દૂર કર્યા બાદ નવા બિલ્ડિંગના બાંધકામની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. અંદાજિત રૂ. 10.45 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ આગામી સમયમાં શહેરના વિદ્યાર્થીઓ માટે આધુનિક શિક્ષણનું કેન્દ્ર બનશે. મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મનપાના બાંધકામ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે સ્થળાંતરની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારબાદ મુખ્ય બાંધકામની કામગીરીને ગતિ આપવામાં આવી છે. નવનિર્માણ હેઠળ તૈયાર થનાર ચાર માળના શૈક્ષણિક સંકુલમાં પ્રાર્થના હોલ, સ્ટાફ રૂમ, પ્રિન્સિપાલ ઓફિસ, વિશાળ વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, વોકેશનલ ટ્રેનિંગ હોલ, ડિજિટલ લાઇબ્રેરી તેમજ આધુનિક લેબોરેટરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત દરેક માળે લિફ્ટ અને એક્ટિવિટી સ્ટોરની સુવિધા પણ રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવારોના વિદ્યાર્થીઓને નજીવી ફીમાં અંગ્રેજી માધ્યમમાં આધુનિક શિક્ષણની સુવિધા શહેરના મધ્યભાગમાં જ ઉપલબ્ધ બનશે. વાલીઓની ચિંતા હળવી થશે વર્ષો સુધી જર્જરીત હાલતમાં ચાલતી રહી શાળાની ઇમારત એમ.ઈ.એમ. સ્કૂલનું જૂનું બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરીત બની ગયું હોવા છતાં સમયસર નવનિર્માણની કામગીરી હાથ ધરાઈ ન હતી. વરસાદી મોસમ દરમિયાન છતમાંથી પાણી ટપકવું, દિવાલોમાં તિરાડો પડવી અને પ્લાસ્ટર ખરવાની સમસ્યાઓ વચ્ચે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો પડતો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા હોવા છતાં તંત્ર દ્વારા વર્ષો સુધી અસરકારક નિર્ણય લેવામાં આવ્યો ન હતો. હવે આખરે જૂનું બિલ્ડિંગ દૂર કરી નવા શૈક્ષણિક સંકુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બરડા અને ગીર પંથકમાંથી કેસર કેરીની આવક:યાર્ડમાં રેકોર્ડબ્રેક 75,000 કિલો કેસર કેરીની આવક, હરરાજી સાંજે 5 વાગ્યા સુધી ચાલી
    Next Article
    ઉત્તમ સરકારી શિક્ષણ:પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઇસ્કુલમાં ધોરણ 10નું 93.84 ટકા પરિણામઆવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment