Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરડા અને ગીર પંથકમાંથી કેસર કેરીની આવક:યાર્ડમાં રેકોર્ડબ્રેક 75,000 કિલો કેસર કેરીની આવક, હરરાજી સાંજે 5 વાગ્યા સુધી ચાલી

    2 days ago

    પોરબંદરના યાર્ડમાં રેકોર્ડબ્રેક કેરીની આવક નોંધાઈ છે.યાર્ડમાં એક જ દિવસમાં 75000 કિલો કેરીની આવક નોંધાઈ હતી.યાર્ડમાં રેકોર્ડબ્રેક કેરીની આવક નોંધતા હરાજી પણ સાંજ 5 વાગ્યા સુધી ચાલી હતી.યાર્ડમાં બરડા અને ગીર પંથકમાંથી કેસર કેરીની આવક નોંધાઈ હતી જે કેરીના પ્રતિબોક્સના રૂ.500 થી 1400 સુધી ભાવ બોલાયા હતા. પોરબંદર યાર્ડમાં છેલ્લા દોઢ માસથી કેરીની આવક નોંધાઈ રહી છે.પોરબંદર પંથકમાં આવેલ કેરીના બગીચામાં આગોતરો પાક ઉપલબ્ધ હોવાથી યાર્ડમાં માર્ચ માસના પ્રારંભે જ કેરીની આવક શરૂ થઈ હતી ત્યારે યાર્ડમાં કેરીની સિઝન શરૂ થતાની સાથે જ કેરીની આવકમાં વધારો થયો હતો. ગુરુવારે પોરબંદરના યાર્ડમાં રેકોર્ડબ્રેક 7500 બોક્સ એટલે કે 75,000 કિલો કેરીની આવક હતી.જેમાં બરડા પંથકમાંથી 4000 બોક્સ તેમજ ગીર પંથકમાંથી 3500 બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં આવક થયેલ કેરીમાં બરડા પંથકની કેરીનો પ્રતિબોકસે રૂ.600 થી 1300 અને ગીર પંથકની કેરીનો પ્રતિબોકસે રૂ.500 થી 1000 ભાવ બોલાયા હતા.યાર્ડમાં કેરીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. ગીરની કવર કરેલ કેરીના ભાવ ઉંચા રહ્યા‎ પોરબંદરના યાર્ડમાં ગીર પંથકમાંથી કવર કરેલ કેસર કેરીની આવક નોંધાઈ હતી પ્રતિબોકસે રૂ.1200 થી 1400 ભાવ બોલાયા હતા.ગીર પંથકમાંથી આવક થયેલ કેરીના સૌથી ઉંચા ભાવ બોલાયા હતા. યાર્ડમાં વેપારીઓની ભીડ ઉમટી પડી કેરીની આવક એટલી વિશાળ હતી કે સવારથી શરૂ થયેલી હરરાજીની પ્રક્રિયા છેક સાંજના 5 વાગ્યા સુધી સતત ચાલતી રહી હતી. ગીર અને બરડા પંથકની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરી ખરીદવા માટે સ્થાનિક તેમજ બહારના વેપારીઓની ભારે ભીડ ઉમટી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટનો સમાધાન સમારોહ-2026 શરૂ‎:ખાસ લોક અદાલતથી વિવાદોના ઝડપી અને સૌહાર્દપૂર્ણ નિરાકરણ પર ભાર મૂકાયો
    Next Article
    એમ.ઈ.એમ. સ્કૂલની થશે કાયાપલટ:પોરબંદરમાં એમ.ઈ.એમ. સ્કૂલનું રૂ.10.45 કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment