Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વિશ્વ થેલેસેમીયા દિવસ:લગ્ન પૂર્વે કુંડળીને બદલે લોહીના પરીક્ષણનો વિચાર વહેતો કરતી ત્રણ દાયકા જૂની સંસ્થા

    1 week ago

    આજે 8મી મે વિશ્વ થેલેસેમીયા દિવસ નિમિત્તે જૂનાગઢની સેવાભાવી સંસ્થા ‘માતુશ્રી મણીબેન લાભશંકર દવે નૂતન અભિગમ ટ્રસ્ટની કામગીરી યાદગાર રહી છે. 1194માં સામાજિક કુરિવાજો દૂર કરવાના સંકલ્પ સાથે સ્થપાયેલ આ ટ્રસ્ટમાં શશીકાંતભાઈ દવે, મનોજ ખંડેરિયા અને રમણીકભાઈ અંબાણી જેવા અગ્રણીઓ જોડાયા હતા. સંસ્થાએ કુંડળી પહેલા લોહીની તપાસનો અભિગમ અપનાવી યુવાધનને થેલેસેમીયા-મેજરના જોખમો વિશે જાગૃત કર્યા હતા. થેલેસેમીયા-માયનોર વ્યક્તિ તંદુરસ્ત હોવા છતાં, જો બે માયનોર વ્યક્તિ લગ્ન કરે તો બાળક મેજર આવવાની શક્યતા રહે છે, જેને આજીવન લોહી ચડાવવું પડે છે. આ ગંભીરતા સમજી ટ્રસ્ટે નિ:શુલ્ક કેમ્પ અને પ્રમાણપત્રો દ્વારા હજારો યુવાનોનું પરીક્ષણ કર્યું હતું. સંસ્થાના પ્રયાસોથી સરકાર દ્વારા રેલવે-બસ મુસાફરીમાં રાહત અને કોલેજોમાં ફરજિયાત તપાસનો અમલ થયો હતો. 1997માં રાજ્યપાલ દ્વારા આ સંસ્થાનું સન્માન પણ કરાયું હતું. હાલમાં, સંસ્થાની પ્રવૃત્તિઓ અવિરત રાખવા માટે રૂ. 3 લાખનું દાન નવજીવન બ્લડ બેંક અને હાટકેશ હોસ્પિટલને અપાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજની અગ્નિપરીક્ષા, DRONE VIDEO:ભાટ સર્કલ પરના બ્રિજનું 700 ટનના 18 ટ્રક ગોઠવી લોડ ટેસ્ટિંગ, 15 દિવસના રિપોર્ટ અને સુરક્ષા સર્ટિફિકેટ બાદ ખુલ્લો મૂકાશે
    Next Article
    ભાસ્કર યુટિલિટી‎:દિવ્યાંગોને કૃત્રિમ અવયવો, સાધન સહાય માટે 30મી સુધી અરજી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment