Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજની અગ્નિપરીક્ષા, DRONE VIDEO:ભાટ સર્કલ પરના બ્રિજનું 700 ટનના 18 ટ્રક ગોઠવી લોડ ટેસ્ટિંગ, 15 દિવસના રિપોર્ટ અને સુરક્ષા સર્ટિફિકેટ બાદ ખુલ્લો મૂકાશે

    5 days ago

    ગુજરાતના પાટનગર ગાંધીનગરના પ્રવેશદ્વાર સમાન ભાટ સર્કલ પર એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો ગણાતો કેબલ સ્ટેડ બ્રિજ હવે તેના અંતિમ પડાવમાં છે. આ આધુનિક બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકતા પહેલા તેની ક્ષમતા અને સુરક્ષાની આકરી ચકાસણી કરવામાં આવી રહી છે. 7 મે, 2026 ગુરૂવારથી આ બ્રિજ પર લોડ ટેસ્ટિંગની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. જે આગામી 15 દિવસ સુધી અવિરત ચાલશે. 18 વિશાળ ટ્રકને ચોક્કસ પોઈન્ટ્સ પર સ્થિર કરાયા આ બ્રિજની લોડ વહન કરવાની ક્ષમતા માપવા માટે તંત્ર દ્વારા લોખંડી આયોજન કરવામાં આવ્યું છે. લોડ ટેસ્ટિંગના પ્રથમ તબક્કે 700 ટનથી વધુ વજન ધરાવતા 18 જેટલા વિશાળ ટ્રકોને દર બે કલાકે એક પછી એક બ્રિજ પરના ચોક્કસ પોઈન્ટ્સ પર સ્થિર કરવામાં આવ્યા છે. આ ભારેખમ ટ્રકો દ્વારા બ્રિજના મુખ્ય માળખા અને તેને ટેકો આપતા મજબૂત કેબલ્સ પર આવતા દબાણનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બ્રિજના બે સ્પાન વચ્ચેના અંતર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત સામાન્ય રીતે કોન્ક્રીટ બ્રિજનું ટેસ્ટિંગ 4-5 દિવસમાં પૂર્ણ થતું હોય છે, પરંતુ આ બ્રિજ હવામાં લટકેલા કેબલ્સ પર ટકેલો હોવાથી તેની પ્રક્રિયા લાંબી અને જટિલ રાખવામાં આવી છે. ખાસ કરીને બ્રિજના સૌથી લાંબા સ્પાન એટલે કે બે થાંભલા વચ્ચેનું અંતર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. 130 કરોડના ખર્ચે સિક્સ લેન બ્રિજ તૈયાર આ અંગે માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિક્સ લેન બ્રિજ અંદાજે 130 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. 27 મીટરની પહોળાઈ ધરાવતા આ બ્રિજમાં 11-11 મીટરના બે મુખ્ય રસ્તા અને ફૂટપાથની વ્યવસ્થા છે. બ્રિજની મુખ્ય ઓળખ તેના 38 મીટર ઊંચા પાયલોન જે મજબૂત થાંભલા અને તેમાંથી નીકળતા સ્ટીલના કેબલ્સ છે. આ પ્રકારની ટેકનોલોજી જાપાન અને ચીન જેવા દેશોમાં જોવા મળે છે. જે હવે ગુજરાતમાં આકાર લઈ રહી છે. ભાટ સર્કલ પાસે ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા આ વ્યસ્ત માર્ગ પર ભાટ સર્કલ પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેતી હોય છે. અગાઉના સર્વે મુજબ અહીંથી દૈનિક દોઢ લાખ વાહનો પસાર થાય છે. પરંતુ બ્રિજ અને તેની નીચે બનનારા થ્રી-લેયર અંડરપાસ બાદ આ ક્ષમતા વધીને 3 લાખ વાહનો સુધી પહોંચશે. બ્રિજની ઉપર સિક્સ લેન અને નીચે એસ.પી. રિંગ રોડ તરફ જતો સિક્સ લેન રસ્તો ટ્રાફિક જામની સમસ્યાને ભૂતકાળ બનાવી દેશે. 2.5 કરોડના ખર્ચે હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ ફીટ કરાઈ આ બ્રિજની સુરક્ષાને લઈને તંત્ર અત્યંત ગંભીર છે. બ્રિજ કાર્યરત થયા પછી પણ તેના પરના દબાણ, પવનની ગતિ અને કેબલ્સની મજબૂતી પર 24 કલાક નજર રાખવા માટે 2.5 કરોડના ખર્ચે ખાસ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ ફીટ કરવામાં આવશે. આગામી 15 દિવસના અંતે લોડ ટેસ્ટિંગનો સકારાત્મક રિપોર્ટ આવ્યા બાદ અને સુરક્ષા સર્ટિફિકેટ મળ્યા પછી ટૂંક સમયમાં આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. હાલ લોડ ટેસ્ટિંગને પગલે સુરક્ષાના કારણોસર કામગીરીના સ્થળે સામાન્ય લોકોની અવરજવર પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ગંભીરા બ્રિજ પછીનો પહેલો ગુજરાતનો બ્રિજ છે જે આધુનિક ટેકનોલોજી સાથે સિક્સ લેન હવામાં લટકતો બનાવવામાં આવે છે. જેના પર આશરે 2.5 કરોડના ખર્ચે હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવનાર છે. જેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતનો દરિયો 1600 કિમીથી વધીને 2340 કિમી થયા બાદ શું?:નિષ્ણાંતોએ કહયું – વિકાસની તકો વધશે, પરંતુ પર્યાવરણ અને ખારાશનો ખતરો પણ ગંભીર
    Next Article
    આજે વિશ્વ થેલેસેમીયા દિવસ:લગ્ન પૂર્વે કુંડળીને બદલે લોહીના પરીક્ષણનો વિચાર વહેતો કરતી ત્રણ દાયકા જૂની સંસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment