Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતનો દરિયો 1600 કિમીથી વધીને 2340 કિમી થયા બાદ શું?:નિષ્ણાંતોએ કહયું – વિકાસની તકો વધશે, પરંતુ પર્યાવરણ અને ખારાશનો ખતરો પણ ગંભીર

    2 days ago

    વર્ષ 2025માં નેશનલ હાઈડ્રોગ્રાફિક ઓફિસ (NHO) ગુજરાત સહિત ભારતના દરિયાકાંઠાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના દરિયાકાંઠાની લંબાઈ 1600 કિમીથી વધઈને 2340 કિમી થઈ હતી. આ નવા સર્વે બાદ ગુજરાતના દરિયાકાંઠા પર કેવી તકો રહેલી છે?, તેનાથી કેટલો ફાયદો નુકસાન તે જાણવા માટે ભાસ્કરે નિષ્ણાંતો સાથે વાત કરી હતી. માપણીમાં ચોક્સાઈના કારણે લંબાઈમાં વધારો થયો- ડો. દિશાન્ત પારાશર્ય મરીન બાયોલોજિસ્ટ અને વૈજ્ઞાનિક ડૉ. દિશાન્ત પારાશર્યએ આ વધારા પાછળના કારણો સમજાવતા જણાવ્યું કે, આ કોઈ નવો દરિયો સર્જાયો નથી, પરંતુ આધુનિક ટેક્નોલોજી અને હાઈ-રિઝોલ્યુશન ડેટાના ઉપયોગથી હવે નાના-નાના ક્રિક વિસ્તાર અને ટાપુઓ (આઈલેન્ડ્સ) પણ ચોક્કસ રીતે માપવામાં આવ્યા છે. અગાઉ જે વિસ્તારો ગણતરીમાં આવ્યા નહોતા, તે હવે સત્તાવાર રીતે ઉમેરાયા છે. નવા વિસ્તારની જૈવ વિવિધતાનો અભ્યાસ કરવાની માગ તેમણે વધુમાં જણાવ્યું કે, વિસ્તાર વધતા સૌથી મહત્વની જરૂરિયાત એ છે કે ત્યાંની હાઈડ્રોલોજી (ઓશિયોનોગ્રાફી) અને જૈવિક વિવિધતાનો વ્યાપક અભ્યાસ કરવામાં આવે. જો આ વિસ્તારો પર્યાવરણની દ્રષ્ટિએ અનોખા હોય, તો તેમને સંરક્ષિત વિસ્તાર જાહેર કરવો જરૂરી બને, જ્યારે બીજી તરફ બ્લ્યુ ઈકોનોમીના ભાગરૂપે આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે તમામ સ્ટેકહોલ્ડર્સની રાઉન્ડ ટેબલ બેઠક યોજવી જરૂરી હોવાનું તેમણે સૂચન કર્યું. દરિયો આગળ વધવાનો અને ખારાશનું પ્રમાણ વધવાનો ખતરો ડૉ. પારાશર્યએ દરિયાકિનારા પર વધતા જોખમો અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, દરિયો આગળ વધવાનું મુખ્ય કારણ જમીનનું ધોવાણ છે. સુનામી જેવી પરિસ્થિતિઓ કે અન્ય પ્રાકૃતિક પ્રક્રિયાઓના કારણે દરિયો અંદર તરફ વધે છે. તેના કારણે જમીન ખારી બનતી જાય છે, ખેતીને નુકસાન થાય છે અને રહેવા યોગ્ય જમીન ઘટે છે. દક્ષિણ ગુજરાતના ઉદવાડા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષમાં દરિયાકિનારાના ધોવાણના ઉદાહરણો જોવા મળ્યા છે અને તે અંગે સંશોધન પણ ચાલુ છે. વિસ્તાર વધતા દરિયાઈ જીવસૃષ્ટિ અંગે તેમણે જણાવ્યું કે, વિસ્તાર તો પહેલેથી હતો પરંતુ હવે તે નોંધાયો છે. આ નવા વિસ્તારોમાં નવી અને એન્ડેમિક પ્રજાતિઓ મળવાની શક્યતા પણ છે. ઉદાહરણ તરીકે ઓખા નજીક પોશિત્રા ગામે જોવા મળતી ‘સાયકોરોલોસી ગુજરાતીકા’ નામની દુર્લભ પ્રજાતિ વિશ્વમાં માત્ર તે જ વિસ્તારમાં જોવા મળે છે. આવી જ નવી પ્રજાતિઓ નવા નોંધાયેલા વિસ્તારોમાં મળી શકે છે, જેને નકારી શકાય તેમ નથી. ગુજરાતની બ્લ્યૂ ઈકોનોમીને પ્રોત્સાહન મળી શકે- નિષ્ઠા ચિમનાની ઓશનોગ્રાફી નિષ્ણાંત નિષ્ઠા ચિમનાની મુજબ, આ વધારો ગુજરાત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અગાઉ 1600 કિલોમીટરનો દરિયાકિનારો હોવા છતાં ગુજરાતને લાંબા કોસ્ટલાઇન માટે ઓળખ મળી હતી, હવે વધેલા આંકડાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે વધુ ફંડિંગ મેળવવાની સંભાવના છે. તેમણે સૂચન કર્યું કે, ગુજરાતમાં મેરિટાઈમ અને બાયોટેક્નોલોજી સંશોધન માટે વિશિષ્ટ સંસ્થાઓ ઉભી કરી શકાય. જેમ ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ આવે છે, તેવી રીતે દરિયાઈ સંશોધન માટે વૈશ્વિક સ્તરની યુનિવર્સિટી ઉભી કરી શકાય. આથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલિસી સુધારા, માછીમારોના હિતો અને જિયોલોજીકલ અભ્યાસ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક કામ થઈ શકે. વધુમાં, વધેલા દરિયાકિનારાને ધ્યાનમાં રાખીને કોસ્ટલ એક્વાકલ્ચર સેન્ટરો વિકસાવી શકાય, જેનાથી બ્લ્યુ ઈકોનોમીને પ્રોત્સાહન મળી શકે અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે નવી તકો ઊભી થઈ શકે. આ રીતે, ગુજરાતના દરિયાકિનારામાં થયેલો આ વધારો એક તરફ વિકાસ માટે નવી દિશાઓ ખોલે છે, તો બીજી તરફ પર્યાવરણ અને જમીનના સંરક્ષણ માટે નવા પડકારો પણ ઉભા કરે છે. હવે સરકાર અને નિષ્ણાંતો દ્વારા સંતુલિત નીતિ ઘડવામાં આવે તે સમયની માંગ બની છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનમાં બેસીને જમતા હોય તેવી ફીલિંગ આવશે:ગોપીનાળા નજીક રેસ્ટોરન્ટ ઓન વ્હીલ, બે મહિના પછી 24 ક્લાક ગુજરાતી, પંજાબી ને ચાઈનીઝ વાનગી મળશે
    Next Article
    ગાંધીનગરના આઇકોનિક કેબલ સ્ટેડ બ્રિજની અગ્નિપરીક્ષા, DRONE VIDEO:ભાટ સર્કલ પરના બ્રિજનું 700 ટનના 18 ટ્રક ગોઠવી લોડ ટેસ્ટિંગ, 15 દિવસના રિપોર્ટ અને સુરક્ષા સર્ટિફિકેટ બાદ ખુલ્લો મૂકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment