Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ગૌ-તસ્કરી, કતલખાના વિરુદ્ધ ઉગ્ર રજૂઆત:ગૌરક્ષકો અને ભરવાડ સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું

    6 days ago

    પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ગૌ-તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓના દૂષણને ડામવા માટે ગૌરક્ષકો અને ભરવાડ સમાજ દ્વારા કલેક્ટર કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી. 'ગૌધરા' તરીકે ઓળખાતી આ પવિત્ર ભૂમિ પર ગાયોની હત્યા અને તસ્કરીની પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ એકત્રિત થયા હતા. આ પ્રસંગે પ્રાણીન ફાઉન્ડેશનના અગ્રણી કાર્યકર્તા પ્રગ્નેશ સોની તેમજ પરવડી પાંજરાપોળના ટ્રસ્ટી જયંતીભાઈ શેઠ સહિતના ગૌરક્ષકો મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રજૂઆત કરી હતી કે શહેરમાં રાત્રિના સમયે ગૌ-વંશની હેરાફેરીના કિસ્સાઓ વધી રહ્યા છે, જેની સામે પોલીસ અને વહીવટી તંત્રે કડક હાથે કામ લેવું જોઈએ. ગૌરક્ષકોએ આક્ષેપ કર્યો હતો કે અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કતલખાનાઓ ધમધમી રહ્યા છે. બીજી તરફ, સમગ્ર ભરવાડ સમાજ દ્વારા પણ આ મુદ્દે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે તાલુકા સેવાસદન કચેરી ખાતે પહોંચ્યા હતા. રેલી દરમિયાન ગૌ-રક્ષાના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભરવાડ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ગૌ-વંશ એ આપણા સંસ્કાર અને આસ્થાનું પ્રતીક છે. બંને સમાજે તંત્ર દ્વારા ટૂંક સમયમાં ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા અને તસ્કરી રોકવા માટે નક્કર પગલાં લેવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સેના બોલી- ઓપરેશન સિંદૂરમાં 100+ પાકિસ્તાની જવાનો મર્યા:ઓપરેશન હજુ પણ ચાલુ, પહેલગામ જેવો હુમલો ફરીથી થવા દેવામાં નહીં આવે
    Next Article
    નિઝરના લક્ષ્મીખેડામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ ડિગ્રી વગર એલોપેથિક સારવાર કરતા શખ્સને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment