Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા બાયપાસ રોડ કામગીરીની સમીક્ષા:નાયબ કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી

    9 hours ago

    ચોટીલા પ્રાંતના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા (GAS) દ્વારા ચોટીલા બાયપાસ રોડની ચાણપાથી સાંગાણી સુધીના કુલ 7 કિલોમીટરના કામની સ્થળ પર જઈને સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ બાયપાસ માટે અગાઉ નાયબ કલેક્ટર કચેરી, ચોટીલા દ્વારા કુલ પાંચ ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. સંપાદિત જમીનનું કુલ ક્ષેત્રફળ 29 હેક્ટર અને 52 ગુંઠા છે. એવોર્ડ મુજબ વળતરની રકમ ચૂકવીને જમીનનો કબજો નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપવામાં આવ્યો છે. આ ગામોમાં ચાણપા, નવાગામ (ચોટીલા), ચોટીલા, કુંભારા અને સાંગાણીનો સમાવેશ થાય છે. ચોટીલા બાયપાસ રોડની લંબાઈ 7 કિલોમીટર છે અને તે સિક્સ-લેનનો હશે, જેની પહોળાઈ 60 મીટર રહેશે. આમાં 13x13 મીટરનો મુખ્ય રોડ, 30 મીટરની સેન્ટરલાઈન, 10 મીટર ખુલ્લી જગ્યા અને 10x10 મીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવશે. રોડની ઊંચાઈ આશરે 2.25 થી 3 મીટર રહેશે. આ બાયપાસ પર બે ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે. એક ફ્લાયઓવર નવાગામ (ચોટીલા) પાસે અને બીજો ચોટીલા-થાનગઢ રોડ નાવા ખાતે બનશે. બાયપાસ રોડ માટે ડી-માર્કેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સેન્ટ્રલ લાઈન (મધ્યરેખા) પણ નક્કી કરવામાં આવી છે અને રોડ એલાઈનમેન્ટની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે. ચોટીલા બાયપાસ રોડની કામગીરીનો કોન્ટ્રાક્ટ મારુતિ ઇન્ફ્રા ક્રિએશન, અમદાવાદને આપવામાં આવ્યો છે. આ બાયપાસ રોડની કેટલીક વિશેષતાઓ છે. રોડની ઊંચાઈને કારણે અકસ્માતનું જોખમ ઘટશે અને વાહનો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકશે. બે ફ્લાયઓવરને કારણે રોડ ક્રોસિંગનો પ્રશ્ન રહેશે નહીં. આ રોડના નિર્માણમાં PMD (પોલિમર મિક્સ ડામર)નો ઉપયોગ કરવામાં આવશે, જે લાંબા સમય સુધી ટકી રહેશે. આ ડામર ઉનાળામાં પીગળશે નહીં અને શિયાળામાં સંકોચાશે નહીં. આ બાયપાસ રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે અને તમામ ભારે વાહનો બાયપાસ રોડ પરથી ડાયવર્ટ થઈ શકશે. ભવિષ્યમાં દબાણ ન થાય તે હેતુથી રોડની વચ્ચે 10 મીટર જમીન ખુલ્લી રાખવામાં આવી છે. ઉપરાંત, બાયપાસ માટે ઝાડ-ઝાંખરા અને કચરો દૂર કરવાની (ક્લિનિંગ અને ગ્રબિંગ) કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર 3 ઝડપાયા:પોલીસે રાજપર સીમમાંથી આરોપીઓને ઝડપી રૂ. 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    'મરવુ હોય તો મરી જા, મને કઈ ફરક પડતો નથી':બે સંતાનોની માતાનો આપઘાત, પ્રેમજાળમાં ફસાવી સોનું-રોકડ પડાવ્યા બાદ પરિણીત પ્રેમી ફરી ગયો, દંપતી સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment