Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર 3 ઝડપાયા:પોલીસે રાજપર સીમમાંથી આરોપીઓને ઝડપી રૂ. 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામની સીમમાં મોબાઈલ ફોન દ્વારા ચાલતા ક્રિકેટ સટ્ટાના જુગાર પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ત્રણ ઈસમોને ₹3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઈન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઈન્ચાર્જ પો.સબ.ઈન્સ. એન.એ. રાયમાની ટીમે આ કાર્યવાહી કરી હતી. ચોક્કસ બાતમીના આધારે રાજપરથી કરણગઢ ગામ તરફ જતા રસ્તે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા ₹12,500, નવ મોબાઈલ ફોન (કિંમત ₹2,52,000) અને બે મોટરસાયકલ (કિંમત ₹1,00,000) સહિત કુલ ₹3,65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં વઢવાણના શાહીન યુનુશ કોંઢીયા, શાહરૂખ યુસુફ પઠાણ અને રાહીલ રૂસ્તમ પીલુડીયાનો સમાવેશ થાય છે. આ કેસમાં જામનગરનો મુન્ના નામનો એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સીલ પ્રોપર્ટીમાં રોકાણના નામે છેતરપિંડી:બેન્ક મેનેજરે ઉચાં વળતરની લાલાચ આપી 26.02 લાખ પડાવ્યા
    Next Article
    ચોટીલા બાયપાસ રોડ કામગીરીની સમીક્ષા:નાયબ કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment