Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીલ પ્રોપર્ટીમાં રોકાણના નામે છેતરપિંડી:બેન્ક મેનેજરે ઉચાં વળતરની લાલાચ આપી 26.02 લાખ પડાવ્યા

    11 hours ago

    અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક બેન્ક મેનેજરે શેલાના વેપારીને બેન્ક દ્વારા સીલ કરવામાં આવેલી પ્રોપર્ટીમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી રૂ. 26.02 લાખની ઠગાઈ આચરી છે. વર્ષ 2016માં શરૂ થયેલી મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી મેનેજરે વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા, જે પરત ન મળતા આખરે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિચયનો લાભ ઉઠાવી રોકાણની લાલચ આપી શેલામાં રહેતા અને પ્લાસ્ટિક મટીરીયલનો વ્યવસાય કરતા 50 વર્ષીય પ્રિતેશભાઇ શાહ કામ અર્થે સી.જી. રોડ પરની એક બેન્કમાં જતા હતા. ત્યાં તેમની ઓળખાણ બેન્ક મેનેજર ભાવિનકુમાર પટેલ સાથે થઈ હતી. સમય જતાં બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી અને ભાવિનકુમાર વેપારીની ઓફિસે પણ આવતા-જતા હતા. આ દરમિયાન મેનેજરે પ્રિતેશભાઇને વિશ્વાસમાં લીધા કે બેન્કના કર્મચારીઓ સીલ થયેલી મિલકતોમાં રોકાણ કરીને મોટું વળતર મેળવે છે, અને તેમને પણ 50થી 60 દિવસના વિવિધ પ્લાનમાં રોકાણ કરવા લલચાવ્યા હતા. લાખોનું રોકાણ કરાવી વળતર આપવાનું બંધ કર્યું ભાવિનકુમારની વાતોમાં આવીને પ્રિતેશભાઇએ કુલ રૂ. 27.72 લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે મેનેજરે રૂ. 1.70 લાખ વળતર તરીકે પરત આપ્યા હતા. જોકે, ત્યારબાદ બાકીના રૂ. 26.02 લાખ પરત આપવાનું બંધ કરી દીધું હતું. વેપારીએ જ્યારે પોતાના નાણાંની માંગણી કરી ત્યારે મેનેજર વારંવાર વાયદા કરતો હતો. આખરે, સિક્યુરિટી પેટે આપવામાં આવેલા ચેક પણ બેન્કમાં ભરતા રિટર્ન થયા હતા. નાણાં પરત મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં અને બેન્ક મેનેજર દ્વારા છેતરપિંડી થઈ હોવાનું જણાતા, પ્રિતેશભાઇ શાહે ભાવિનકુમાર પટેલ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી મેનેજરની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં આદ્રી દરિયાકાંઠે વૃદ્ધનો મૃતદેહ મળ્યો:ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું, મૃતક વાવડી ગામના અરજણભાઈ જામોલ હોવાનું તારણ, પોલીસ તપાસ
    Next Article
    સુરેન્દ્રનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર 3 ઝડપાયા:પોલીસે રાજપર સીમમાંથી આરોપીઓને ઝડપી રૂ. 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment