Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં આદ્રી દરિયાકાંઠે વૃદ્ધનો મૃતદેહ મળ્યો:ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું, મૃતક વાવડી ગામના અરજણભાઈ જામોલ હોવાનું તારણ, પોલીસ તપાસ

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદ્રી ગામ નજીક દરિયાકાંઠે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ દુર્ગમ વિસ્તારમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે વેરાવળ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. સોમનાથ મરીન પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આદ્રી ગામના મહાકાળી મંદિરથી ડાબી બાજુ ફોરેસ્ટ વિસ્તારમાં દરિયાકાંઠે આશરે બે કિલોમીટર દૂર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાનું સ્થાનિકોએ જોયું હતું. આ અંગે વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયરમેન જીતેન્દ્રસિંહ ગોહિલ, જીતેશભાઈ અને તાલીમાર્થી સ્ટાફે દરિયાકાંઠાના કાંઠાળ અને જોખમી વિસ્તારમાં પહોંચી કામગીરી શરૂ કરી હતી. દરિયાની લહેરો અને ફોરેસ્ટ વિસ્તાર વચ્ચે આવેલી જગ્યા સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં ફાયર ટીમે સાવચેતીપૂર્વક મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને સોમનાથ મરીન પોલીસ અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ વાવડી ગામના અરજણભાઈ રાજાભાઈ જામોલ (આશરે 65 વર્ષ) તરીકે થઈ છે. જોકે, વૃદ્ધ દરિયાકાંઠે કેવી રીતે પહોંચ્યા અને તેમનું મૃત્યુ કઈ પરિસ્થિતિમાં થયું તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી આ દરિયાકાંઠા વિસ્તારમાં અકસ્માત, પાણીમાં ડૂબી જવાની અને અજાણી પરિસ્થિતિમાં મૃતદેહ મળવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. સોમનાથ મરીન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃત્યુનું સાચું કારણ જાણવા પરિવારજનોના નિવેદનો અને સ્થળ પરિસ્થિતિના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    RCB VS LSG: વરસાદ બાદ ફરી મેચ શરૂ:બેંગલુરુને આખરે પહેલી વિકેટ મળી, કૃણાલે કુલકર્ણીને આઉટ કર્યો; માર્શની આક્રમક બેટિંગ
    Next Article
    સીલ પ્રોપર્ટીમાં રોકાણના નામે છેતરપિંડી:બેન્ક મેનેજરે ઉચાં વળતરની લાલાચ આપી 26.02 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment