Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મરવુ હોય તો મરી જા, મને કઈ ફરક પડતો નથી':બે સંતાનોની માતાનો આપઘાત, પ્રેમજાળમાં ફસાવી સોનું-રોકડ પડાવ્યા બાદ પરિણીત પ્રેમી ફરી ગયો, દંપતી સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

    8 hours ago

    સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી પરિણીતાના આપઘાત મામલે પાડોશમાં રહેતા યુવક અને તેની પત્ની સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવકે પોતે પરણિત હોવા છતા મહિલા સાથે પ્રેમસંબંધ બાંધી સોનું અને રોકડ પડાવી લીધા હતા. યુવકની પત્નીને પ્રેમસંબંધની જાણ થતા તેને પણ પરિણીતાને ધમકીઓ આપી હતી. જેના કારણે પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. પરિણીતાના પિતા દ્વારા દંપતી સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોનું-રોકડ લીધા બાદ લગ્નનો વાયદો તોડ્યો સુરતના સિંગણપોરમાં રહેતી પરિણીતાને પાડોશમાં રહેતા કેયુર મોદી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. કેયુરે પરિણીતાને વિશ્વાસમાં લઈ તેણીનું સોનું અને રોકડ રકમ પોતાના કેસ પતાવવાના બહાને પડાવી લીધા હતા. કેયુરે વચન આપ્યું હતું કે તે પોતાની પત્નીને છૂટાછેડા આપી તેણી અને તેના બે બાળકોનેસાથે રાખશે. જોકે, પાછળથી કેયુર પોતાની વાતોથી ફરી ગયો હતો અને પરિણીતાને મરવું હોય તો મરી જા તેમ કહી તરછોડી દીધી હતી. હોસ્પિટલમાં જાહેરમાં માર માર્યો અને બગીચામાં ધમકી આપી આ પ્રેમ પ્રકરણની જાણ કેયુરની પત્ની અનમોલ મોદીને થતા તેણે પરિણિતાનું જીવવું હરામ કરી દીધું હતું. ગત 13 ફેબ્રુઆરીએ જ્યારે પરિણીતા હર્ષ હોસ્પિટલ ખાતે ગઈ હતી ત્યારે અનમોલે તેને જાહેરમાં માર માર્યો હતો. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન ખાતે બોલાવીનેધમકી આપી હતી કે, તારી દીકરીની કસ્ટડી તારા પતિને અપાવી દઈશ અને તારા પપ્પાને બધું કહી દઈશ. ધમકીઓના કારણે પરિણીતા ડરી જતા ચિતામાં મૂકાઈ ગઈ હતી. ઘરે કોઈ ન હતું ત્યારે ગળેફાંસો ખાધો ગત 19 ફેબ્રુઆરીએ સાંજે જ્યારે પરિણીતાના પિતાવોકિંગમાં ગયા હતા અને પરિવારના અન્ય સભ્યો વ્યસ્ત હતા, ત્યારે પરિણીતાએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેને વિનસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સિંગણપોર પોલીસે આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી કેયુર સંજયભાઈ મોદી અને તેની પત્ની અનમોલબેન કેયુરભાઈ મોદી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા બાયપાસ રોડ કામગીરીની સમીક્ષા:નાયબ કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી
    Next Article
    ICE Arrests Two Indians For Attempted Lewd Act On Child, $60,000 Theft Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment