Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલની ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રોમાં મુસાફરી:સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહી ટિકિટ લીધી, સાદગીપૂર્ણ જીવનશૈલીની ઝલક

    14 hours ago

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા પોતાની સાદગી અને લોકાભિમુખ અભિગમ માટે જાણીતા છે. શિષ્ટાચાર અને સુરક્ષાના આડંબરથી દૂર રહીને તેઓ અવારનવાર સામાન્ય જનતા વચ્ચે જોવા મળતા હોય છે. ત્યારે આજે તેમની સાદગીપૂર્ણ જીવનશૈલીની વધુ એક ઝલક જોવા મળી હતી. રાજ્યપાલે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને મુસાફરોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રાજ્યપાલે આજે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કર્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ગાંધી આશ્રમ પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા કરવાના હેતુથી અમદાવાદ જવા રવાના થયા હતા. સામાન્ય રીતે રાજ્યપાલ માટે ખાસ પ્રોટોકોલ અને વાહનોનો કાફલો ફાળવવામાં આવતો હોય છે.પરંતુ આજે તેમણે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. સામાન્ય નાગરિકની માફક લાઈનમાં ઉભા રહ્યા હતા તેઓ ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા હતા અને કોઈ પણ વિશેષ સુવિધા લીધા વિના સામાન્ય નાગરિકની માફક લાઈનમાં ઉભા રહ્યા હતા. તેમણે જાતે જ વિન્ડો પરથી મેટ્રોની ટિકિટ ખરીદી હતી અને ત્યારબાદ પ્લેટફોર્મ પર પહોંચી ટ્રેનમાં સવાર થયા હતા. મુસાફરોમાં આનંદ જોવા મળ્યો હતો સચિવાલય મેટ્રો સ્ટેશનથી રાણીપ મેટ્રો સ્ટેશન સુધીની આ સફર દરમિયાન રાજ્યપાલએ અન્ય મુસાફરોની સાથે બેસીને મુસાફરી કરી હતી. ટ્રેનમાં રાજ્યપાલને પોતાની વચ્ચે જોઈને મુસાફરોમાં ભારે કુતૂહલ અને આનંદ જોવા મળ્યો હતો. આ મુસાફરી દરમિયાન તેમણે મુસાફરો સાથે સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. મુસાફરોએ રાજ્યપાલની આ સાદગીને બિરદાવી સેલ્ફી લીધી રાજ્યપાલએ મેટ્રો સેવાના અનુભવો અને જાહેર પરિવહન વિશે લોકોના પ્રતિભાવો જાણ્યા હતા. અનેક મુસાફરોએ રાજ્યપાલની આ સાદગીને બિરદાવી હતી અને તેમની સાથે સેલ્ફી તથા ફોટા પડાવીને આ મુલાકાતને જીવનભરનું સંભારણું બનાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અનેક પ્રસંગોએ એસ.ટી. બસ અને ભારતીય રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ હોય કે સામાન્ય માણસની મુશ્કેલીઓને સમજવાની વાત હોય, તેઓ હંમેશા જનતાની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. આજે અમદાવાદ મેટ્રોમાં તેમની મુસાફરીએ સાબિત કરી દીધું છે કે તેઓ ખરા અર્થમાં જનતાના રાજ્યપાલ છે. મેટ્રો સ્ટેશનથી ઉતરીને તેઓ સીધા ગાંધી આશ્રમ ખાતે ચાલતા પુનરુદ્ધારના કામોનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    1.35 કરોડના બેંકલોન કૌભાંડમાં વધુ એક SBI બેન્ક મેનેજરની અટકાયત:અગાઉ ચાર લોનધારક મહિલા, બે એજન્ટ સહિત સાતની ધરપકડ થઈ હતી
    Next Article
    ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારની ધમાલ:ભાન ભૂલેલા અધિકારીએ મીડિયાકર્મીઓ સાથે ગાળાગાળી કરી, બીજી વખત નશાની હાલતમાં ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment