Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારની ધમાલ:ભાન ભૂલેલા અધિકારીએ મીડિયાકર્મીઓ સાથે ગાળાગાળી કરી, બીજી વખત નશાની હાલતમાં ધરપકડ

    16 hours ago

    ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં એક જવાબદાર સરકારી અધિકારીની શરમજનક કરતૂત સામે આવી છે. મધ્યાહન ભોજન યોજનામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ ભટ્ટ ફરી એકવાર દારૂના નશામાં ધૂત હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. નાયબ મામલતદારે દારુના નશામાં હોબાળો મચાવ્યો શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા માનસ દર્શન બંગલોઝમાં રહેતા 53 વર્ષીય નાયબ મામલતદાર મેહુલ નિમેષભાઈ ભટ્ટને ઘોઘારોડ પોલીસે દારૂના નશામાં હોબાળો મચાવતા ઝડપી લીધા છે. પબ્લિક સર્વન્ટ હોવા છતાં કાયદાના લીરેલીરા ઉડાવતા આ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે મેહુલ ભટ્ટ પોતાના ઘરે દારૂ પીધેલી હાલતમાં હોબાળો મચાવી રહ્યા હતા, જે અંગે '112' નંબર પર જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમની સૂચનાના આધારે ઘોઘારોડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નશામાં ચૂર નાયબ મામલતદારની ધરપકડ કરી તેમને લોકઅપના હવાલે કર્યા હતા. મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન જ્યારે સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ આ ઘટનાનું કવરેજ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા, ત્યારે નશાખોર અધિકારીએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે મીડિયાકર્મીઓ સાથે ગંદી ગાળાગાળી કરી હતી અને કેમેરામેન પાસેથી મોબાઈલ તેમજ રેકોર્ડિંગ કેમેરા છીનવી લેવાનો પ્રયાસ કરીને હોબાળો મચાવ્યો હતો. અગાઉ પણ નશાની હાલતમાં ઝડપાઈ ચૂક્યા ચોંકાવનારી વિગત એ છે કે, આ અધિકારી આ પહેલા પણ નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાની હાલતમાં પકડાઈ ચૂક્યા છે. વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરનારા નાયબ મામલતદાર સામે હવે ઘોઘારોડ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી હોદ્દા પર બેસીને આ પ્રકારે નશાખોરી અને ગેરવર્તન કરનારા અધિકારી સામે તંત્ર કેવા પગલાં લેશે તે જોવું રહ્યું
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલની ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રોમાં મુસાફરી:સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહી ટિકિટ લીધી, સાદગીપૂર્ણ જીવનશૈલીની ઝલક
    Next Article
    West Bengal Breaking LIVE | પશ્ચિમ બંગાળમાં શપથ ગ્રહણ પહેલા જ મમતા શું કરશે? | mamata banerjee |N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment