Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.35 કરોડના બેંકલોન કૌભાંડમાં વધુ એક SBI બેન્ક મેનેજરની અટકાયત:અગાઉ ચાર લોનધારક મહિલા, બે એજન્ટ સહિત સાતની ધરપકડ થઈ હતી

    12 hours ago

    ભાવનગરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલા કરોડોના લોન કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પીએમઈજીપી (PMEGP) અંતર્ગત લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી ₹1.35 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં નીલમબાગ પોલીસે તત્કાલીન બેંક મેનેજરની ધરપકડ કરી છે. પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા શહેરના નીલમબાગ સ્થિત એસબીઆઈ બેંકમાં એજન્ટો અને લોનધારકોએ મળીને આચરેલા પૂર્વ આયોજિત કૌભાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અગાઉ આ કેસમાં ચાર મહિલાઓ સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં સામે આવ્યું કે, વર્ષ 2023-24 દરમિયાન નીલમબાગ બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર બવાણી પણ આ કાવતરામાં સામેલ હતા. પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા છે. બેંકમાં ખોટા બિલો રજૂ કરી કૌભાંડ કર્યો આ કેસની વિગત મુજબ, એસબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશભાઈ ઝાલાએ 31 માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, ચાર મહિલા લોનધારકો—ભૂમીબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગ્રતિબેન લાલવાણીએ એજન્ટો ભરત અડવાણી અને સુનિલ હાસેજા સાથે મળીને બેંકમાં ખોટા બિલો રજૂ કર્યા હતા. લઘુ ઉદ્યોગ માટે મશીનરી અને સ્ટોક ખરીદવાના બહાને તેમણે બેંકમાંથી ટર્મ લોન અને સીસી (CC) લોન મેળવી હતી. જોકે, આ રકમનો ઉપયોગ ધંધા માટે કરવાને બદલે અંગત ખર્ચમાં વાપરી નાખ્યો હતો અને હપ્તા પણ ભર્યા નહોતા. આ રીતે કુલ ₹1,35,00,569ની છેતરપિંડી આચરવામાં આવી હતી. બેંક મેનેજરની સંડોવણીનો ખુલાસો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, જ્યારે આ લોન મંજૂર કરવામાં આવી ત્યારે સંતોષકુમાર ભવાની પ્રસાદ બવાણી (ઉંમર 45) નીલમબાગ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે લોનની ચકાસણી કર્યા વિના કે નિયમોને નેવે મૂકીને લોન મંજૂર કરી આપી હોવાના પુરાવા મળતા પોલીસે તેમની ધરપકડ કરી છે. નીલમબાગ પોલીસે આ મામલે BNS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અગાઉ ધરપકડ કરાયેલા સાત આરોપીઓ બાદ હવે આ આઠમી ધરપકડ છે. બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીની સંડોવણી ખુલતા ભાવનગરના આર્થિક જગતમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડના તાર અન્ય કઈ કઈ જગ્યાએ જોડાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    દસાડાની ખાનગી કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી:મશીનરી અને કાચોમાલ બળીને ખાખ, પાંચ શહેરોની ફાયરની ટીમોએ કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો
    Next Article
    રાજ્યપાલની ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રોમાં મુસાફરી:સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહી ટિકિટ લીધી, સાદગીપૂર્ણ જીવનશૈલીની ઝલક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment