Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દસાડાની ખાનગી કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી:મશીનરી અને કાચોમાલ બળીને ખાખ, પાંચ શહેરોની ફાયરની ટીમોએ કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો

    11 hours ago

    દસાડા તાલુકાના વાલેવડા ગામે આવેલી NUKRO કંપનીમાં ગુરુવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગને કાબૂમાં લેવા માટે પાંચ અલગ-અલગ શહેરોની ફાયર બ્રિગેડ ટીમોએ કલાકો સુધી કામગીરી કરી હતી. જે બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. બપોરે અંદાજે 2:15 વાગ્યે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીમાં રહેલી જ્વલનશીલ સામગ્રી અને એસ્કેપ સંબંધિત માલસામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગતાની સાથે જ કર્મચારીઓ અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગ, પોલીસ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા MSIL, પાટડી નગરપાલિકા, વિરમગામ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિત પાંચ સ્થળોથી ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કંપનીમાં રહેલી પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગ બુઝાવવાની કામગીરી વધુ મુશ્કેલ બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે વણોદ ગામેથી પાણી ભરેલા ત્રણ ટ્રેક્ટર પણ બોલાવવામાં આવ્યા હતા. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર કર્મચારીઓએ ભારે જહેમતથી આગને નિયંત્રણમાં લીધી હતી. NUKRO કંપની MSILમાંથી એસ્કેપ બમ્પર લાવી તેની પ્રોસેસિંગ અને અન્ય કામગીરી કરતી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં કંપનીમાં રહેલો મોટાપાયે માલસામાન, મશીનરી અને કાચો માલ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, નુકસાનનો ચોક્કસ આંકડો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, પરંતુ અધિકારીઓ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. PGVCLની ટીમે ઘટનાસ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી વધુ નુકસાન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દસાડા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ 108 એમ્બ્યુલન્સ સેવા પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી. આ બનાવને પગલે પાટડીના મામલતદાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ ફાયર વિભાગના અધિકારીઓ તથા કંપની સંચાલકો પાસેથી વિગતો મેળવી હતી અને આગના ચોક્કસ કારણ અંગે તપાસના આદેશ આપ્યા હતા. કંપનીના માલિક તરીકે પારસ અને કુંદન નામ સામે આવ્યા છે. હાલ સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે આગની આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    'હું ઘરે જાઉ છું કહી' નીકળ્યા 'ને હત્યા થઈ:સુવેન્દુ અધિકારીના PAએ સુરતના પ્રકાશ ચંદ્ર સાથે વિતાવ્યા હતા અંતિમ બે કલાક, કહ્યું-'પ્લાનિંગ સાથે રેકી કરી મર્ડર કરાયું'
    Next Article
    1.35 કરોડના બેંકલોન કૌભાંડમાં વધુ એક SBI બેન્ક મેનેજરની અટકાયત:અગાઉ ચાર લોનધારક મહિલા, બે એજન્ટ સહિત સાતની ધરપકડ થઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment