Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું ઘરે જાઉ છું કહી' નીકળ્યા 'ને હત્યા થઈ:સુવેન્દુ અધિકારીના PAએ સુરતના પ્રકાશ ચંદ્ર સાથે વિતાવ્યા હતા અંતિમ બે કલાક, કહ્યું-'પ્લાનિંગ સાથે રેકી કરી મર્ડર કરાયું'

    12 hours ago

    પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણાના મધ્યમગ્રામમાં 6 મે, બુધવારે રાત્રે ભાજપના કદાવર નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા છેક સુરત સુધી પડ્યા છે, કારણ કે હત્યાના માત્ર બે કલાક પહેલા જ મૃતક ચંદ્રનાથ રથ સુરતના ભાજપ કાર્યકર્તા અને ભવાનીપુર વિધાનસભાના પ્રભારી ડો. પ્રકાશ ચંદ્ર સાથે હતા. બંનેએ સાથે બેસીને ચા પીધી હતી અને એક મહત્વની કોન્ફરન્સ મીટિંગમાં પણ ભાગ લીધો હતો. રાત્રે 10:30 વાગ્યે જ્યારે તેઓ 'ઘરે જમવા જાઉં છું' તેમ કહીને છૂટા પડ્યા, તેના થોડી જ ક્ષણોમાં કાવતરાખોરોએ તેમની ગાડી રોકીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સુરતના ડો.પ્રકાશ ચંદ્ર સાથેની છેલ્લી મીટિંગ અને અંતિમ સંવાદ સુરતના ભાજપ અગ્રણી ડો.પ્રકાશ ચંદ્ર છેલ્લા પોણા ચાર મહિનાથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના કામમાં વ્યસ્ત છે. તેઓ ભવાનીપુર વિધાનસભાના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા હોવાથી ચંદ્રનાથ રથ સાથે તેમનો અત્યંત ગાઢ સંબંધ હતો. ડો. પ્રકાશ ચંદ્રએ જણાવ્યું હતું કે, બુધવારે સાંજે અમે બધાએ સાથે બેસીને ચા પીધી હતી. ચૂંટણીલક્ષી રણનીતિ માટેની કોન્ફરન્સ મીટિંગમાં પણ તેઓ હાજર હતા. મીટિંગ પૂરી થયા બાદ તેઓ ખૂબ જ હળવાશમાં હતા અને છેલ્લે 'હું જમવા ઘરે જઈ રહ્યો છું' એવું કહીને છૂટા પડ્યા હતા. કોને ખબર હતી કે આ તેમની છેલ્લી મુલાકાત હશે. પ્લાનિંગ સાથે રેકી કરીને કરવામાં આવ્યો મધરાત્રે હુમલો ચંદ્રનાથ રથ જ્યારે પોતાની ગાડીમાં ઘરે જઈ રહ્યા હતા, ત્યારે મધ્યમગ્રામ પાસે અચાનક એક ગાડીએ તેમની કારની આગળ આવીને રસ્તો રોકી દીધો હતો. કાર ઉભી રહેતાની સાથે જ પાછળથી બે બાઈક સવારો આવ્યા હતા અને કશું જ વિચાર્યા વગર એકદમ નજીકથી તેમની છાતી અને માથામાં ગોળીઓ ઝીંકી દીધી હતી. હુમલો એટલો જોરદાર અને સચોટ હતો કે ચંદ્રનાથને બચવાની કોઈ તક મળી નહોતી. ડો. પ્રકાશ ચંદ્રના મતે, આ કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ એક મોટું ષડયંત્ર છે. હુમલાખોરોએ ચોક્કસપણે રેકી કરી હશે અને તેમનો પીછો કર્યો હશે. એરફોર્સમાંથી નિવૃત્ત થઈને રાજકારણમાં શિસ્તનો પાઠ ભણાવતા મૃતક ચંદ્રનાથ રથ કોઈ સામાન્ય રાજકીય કાર્યકર નહોતા. તેઓ ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ સુવેન્દુ અધિકારીના સૌથી વિશ્વાસુ સહાયક તરીકે જોડાયા હતા. એરફોર્સના બેકગ્રાઉન્ડને કારણે તેમના કામમાં અત્યંત શિસ્ત અને ચોકસાઈ હતી. તેઓ નંદીગ્રામ અને ભવાનીપુર જેવી હાઈ-પ્રોફાઈલ બેઠકોનું કામકાજ સંભાળતા હતા. ડો. પ્રકાશ ચંદ્ર જણાવે છે કે, શુભેન્દુજી જ્યારે પણ પ્રવાસમાં હોય ત્યારે તમામ સંકલન ચંદ્રનાથજી જ કરતા હતા. તેમની કામ કરવાની રીત અને કાર્યકર્તાઓ સાથેનો વ્યવહાર ખૂબ જ પ્રશંસનીય હતો. સુરતના કાર્યકર્તા અને ચંદ્રનાથ વચ્ચેનો પોણા ચાર મહિનાનો સાથ ડો. પ્રકાશ ચંદ્ર છેલ્લા 110 દિવસથી પશ્ચિમ બંગાળમાં છે અને આ સમગ્ર સમય દરમિયાન તેઓ ચંદ્રનાથ રથના સીધા સંપર્કમાં હતા. ભવાનીપુર વિધાનસભાના કામકાજ દરમિયાન બંનેએ સાથે મળીને અનેક જનસભાઓ અને રણનીતિઓ તૈયાર કરી હતી. પ્રકાશ ચંદ્ર કહે છે કે, "હું જ્યારે બંગાળમાં આવ્યો ત્યારથી તેમની સાથે જ હતો. વિધાનસભાનું જે પણ કામ હોય તે તેમની દ્વારા જ થતું હતું. તેઓ એક અત્યંત જવાબદાર અને સમજદાર વ્યક્તિ હતા. તેમની ખોટ ભાજપને અને મને વ્યક્તિગત રીતે હંમેશા રહેશે. જાહેર જીવનમાં સક્રિય ન હોવા છતાં કેમ નિશાન બનાવાયા? સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે ચંદ્રનાથ રથ ક્યારેય સ્ટેજ પર આવતા નહોતા કે જાહેર સભાઓમાં ભાષણ આપતા નહોતા. તેઓ બેક-એન્ડ ઓફિસનું કામ જોતા હતા અને સુવેન્દુ અધિકારીના પડછાયાની જેમ રહીને મેનેજમેન્ટ સંભાળતા હતા. તેઓ ક્યારેય નેતાઓની જેમ ખેસ પહેરીને જનતાની વચ્ચે જઈને વિવાદોમાં પડતા નહોતા. આવા નિરુપદ્રવી અને શિસ્તબદ્ધ માણસને શા માટે નિશાન બનાવવામાં આવ્યા તે મોટો પ્રશ્ન છે. ડો. પ્રકાશ ચંદ્રના મતે, તેમની હત્યા પાછળ રાજકીય ઈર્ષ્યા અને સુવેન્દુ અધિકારીની શક્તિને નબળી પાડવાનું ષડયંત્ર હોઈ શકે છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ પર સવાલો આ હત્યાકાંડ બાદ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. એક હાઈ-પ્રોફાઈલ નેતાના પીએની આ રીતે સરેઆમ ગોળી મારી હત્યા કરી દેવી તે દર્શાવે છે કે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ખાસ કરીને જ્યારે બે દિવસ પછી નવી સરકારની રચના થવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ આવી ઘટના બનવી તે ગંભીર બાબત છે. ભાજપના કાર્યકરોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તપાસનો ધમધમાટ અને એજન્સીઓની કાર્યવાહીની અપેક્ષા ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની મદદથી બાઈક સવારોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. ડો. પ્રકાશ ચંદ્રએ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં જ્યારે નવી વ્યવસ્થા સ્થપાશે ત્યારે તપાસ એજન્સીઓ વધુ ઝડપથી કામ કરશે અને આ ષડયંત્ર પાછળ રહેલા માસ્ટરમાઈન્ડને પકડી પાડવામાં આવશે. કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે તેવી ખાતરી કાર્યકર્તાઓને આપવામાં આવી રહી છે. સુરતી કાર્યકર્તાઓની સુરક્ષાને લઈને ચિંતામાં વધારો પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે ગયેલા સુરતના અન્ય કાર્યકર્તાઓમાં પણ આ ઘટના બાદ ચિંતાની લાગણી પ્રસરી છે. ડો. પ્રકાશ ચંદ્ર જેવી રીતે ચંદ્રનાથ રથની એકદમ નજીક હતા અને હત્યાના ગણતરીના કલાકો પહેલા જ તેમની સાથે હતા, તે જોતા સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે. હાલમાં ડો. પ્રકાશ ચંદ્ર હજુ પણ બંગાળમાં જ છે અને તેમણે જણાવ્યું છે કે તેઓ હિંમત હાર્યા વગર પોતાનું કામ ચાલુ રાખશે, પરંતુ ચંદ્રનાથજીનો સાથ છૂટવો એ તેમના માટે આઘાતજનક છે. આ સમાચાર પણ વાંચો જેની હત્યા થઈ તે ચંદ્રનાથ રથ કોણ હતા?, એરફોર્સમાંથી VRS લઈને સુવેન્દુ સાથે જોડાયા બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા અંગે પછી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને શંકાસ્પદોને રાઉન્ડઅપ કરાયા છે પણ એવું કહેવાય છે કે આ ઘટનાને પ્રોફેશનલ શાર્પશૂટરોએ અંજામ આપ્યો હતો. પોલીસને ઘટના સ્થળ પરથી નાની બ્રાઉન કલરની શંકાસ્પદ કાર મળી હતી પણ તેની નંબર પ્લેટ નકલી હોવાનું સામે આવ્યું છે. બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ પછી ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંગાળમાં નવી સરકારની રચના પહેલા તેમની હત્યાથી નવો હોબાળો મચી ગયો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    EDના દરોડા વચ્ચે હવામાં ઊડી 500-500ની નોટો:9મા માળેથી રોકડના થેલા ફેંક્યા; વિરોધ પક્ષે કહ્યું - વેપારી CMના OSDનો નજીકનો છે
    Next Article
    દસાડાની ખાનગી કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી:મશીનરી અને કાચોમાલ બળીને ખાખ, પાંચ શહેરોની ફાયરની ટીમોએ કલાકોની જહેમત બાદ કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment