Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EDના દરોડા વચ્ચે હવામાં ઊડી 500-500ની નોટો:9મા માળેથી રોકડના થેલા ફેંક્યા; વિરોધ પક્ષે કહ્યું - વેપારી CMના OSDનો નજીકનો છે

    9 hours ago

    મોહાલીના ખરડમાં વેસ્ટર્ન ટાવર્સ સોસાયટીમાં આજે (7 મે) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે IT સેક્ટરમાં કામ કરતા એક વેપારીના ઘરે દરોડા પાડ્યા. ED ટીમને આવતી જોઈને પકડાઈ જવાના ડરથી રહેણાંક ટાવરના નવમા માળેથી રોકડ ભરેલી બેગ નીચે ફેંકી દેવામાં આવી. નીચે તેમનો ડ્રાઈવર ઊભો હતો. ઉપરથી 2 બેગ ફેંકવામાં આવી, જેમાં 500-500 રૂપિયાની નોટોના બંડલ ભરેલા હતા. તેમાંથી એક બેગ નીચે પડતા જ ફાટી ગઈ, જેના કારણે કેટલીક નોટો હવામાં ઉડતી ત્યાં જ વિખેરાઈ ગઈ. એક બેગને ત્યાં ઊભેલો ડ્રાઈવર ગાડીમાં નાખીને ભાગી ગયો. EDની ટીમે તેનો પીછો કર્યો, પરંતુ તેને પકડી શકી નહીં. ફાટેલી બેગ ED ટીમે જપ્ત કરી લીધી. તેમાંથી 21 લાખ રૂપિયા મળ્યા. આ બેગનું ડબલ પેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં લાલ રંગની બેગને સફેદ રંગની બેગમાં પેક કરવામાં આવી હતી. જે ટાવર પર રેડ ચાલી રહી છે, ત્યાં હવે પોલીસે લોકોની એન્ટ્રી રોકી દીધી છે. કેન્દ્રીય એજન્સીના જવાનો ઘટનાસ્થળે તૈનાત છે. સીડીઓથી લઈને ટોચ સુધી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ED ટીમની રેડ થતા જ પંજાબનું રાજકારણ ગરમાયું. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો કે જે વેપારી નિતિન ગોહિલના ઘરે રેડ થઈ, તે CM ભગવંત માનના OSD રાજબીર સિંહ ઘુમ્મનનો નજીકનો છે. આ રૂપિયા પણ OSDના જ હતા. આ જ છે એમની કટ્ટર ઈમાનદારી. જોકે, શુકરાના યાત્રા પર નીકળેલા CM ભગવંત માને અમૃતસરમાં આ આરોપોને નકારી કાઢ્યા. CMએ કહ્યું કે જેમના પર ED રેડ થઈ, તેમની સાથે અમારો કોઈ સંબંધ નથી, તેઓ કોઈ જૂની કંપનીના સંબંધમાં આવ્યા છે. અમારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. બેગ ફાટ્યા પછી નીકળેલી નોટો, PHOTOS… ED રેડ સંબંધિત મહત્વપૂર્ણ બાબતો… સોસાયટી, જેમાં દરોડા પડ્યા, PHOTOS… ED રેડ પર વિરોધ પક્ષોના નેતાઓએ શું કહ્યું… AAP સાંસદ બોલ્યા- મજીઠિયાને પૂછીને રેડ થઈ હતી કે શું? મજીઠિયાની પોસ્ટનો જવાબ આપતા આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ માલવિંદર સિંહ કંગે દિલ્હીમાં કહ્યું કે બિક્રમ મજીઠિયાને પૂછીને રેડ કરવામાં આવી હતી કે શું? એનો મતલબ છે કે મજીઠિયા આજકાલ કેન્દ્ર સરકારને ખબર આપી રહ્યા છે. તેમણે કહ્યું કે અમને તો ખબર નથી કોના ત્યાં રેડ પડી છે, કયા મામલે કાર્યવાહી થઈ છે? એનો મતલબ તો એ છે કે BJP, કોંગ્રેસ અને અકાલી દળ મળીને ષડયંત્ર રચી રહ્યા છે. આ અંગે જલ્દી જ બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે AAP એ પાર્ટી છે, જેણે પોતાના માણસોને પણ છોડ્યા નથી.
    Click here to Read More
    Previous Article
    RCB Vs LSGની મેચમાં વરસાદનું વિધ્ન:બેંગલુરુએ ટૉસ જીતી બોલિંગ લીધી, લખનઉ હારનો સિલસિલો તોડવા મેદાનમાં ઉતરી
    Next Article
    'હું ઘરે જાઉ છું કહી' નીકળ્યા 'ને હત્યા થઈ:સુવેન્દુ અધિકારીના PAએ સુરતના પ્રકાશ ચંદ્ર સાથે વિતાવ્યા હતા અંતિમ બે કલાક, કહ્યું-'પ્લાનિંગ સાથે રેકી કરી મર્ડર કરાયું'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment