Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદે રાજકીય ઘમાસાણ:કોંગ્રેસની સચિવાલય કૂચ, રોટેશન નિયમમાં હસ્તક્ષેપનો આક્ષેપ

    10 hours ago

    ગાંધીનગર ખાતે કોંગ્રેસના ડેલીગેશન દ્વારા આજે સચિવાલય પહોંચીને રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ જિલ્લા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના રોટેશનના ધોરણને લઈને કોંગ્રેસે સત્તારૂઢ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ખાસ કરીને આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદને લઈને કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. પ્રણાલીને બાજુએ મૂકી અન્ય વ્યક્તિને સત્તા સોંપવાની તૈયારીનો આક્ષેપ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં પહોંચેલા ડેલીગેશને રજૂઆતમાં જણાવ્યું કે, રોટેશનની જોગવાઈ અનુસાર આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ એસટી અનામત કેટેગરી માટે ફાળવાયેલું છે અને તે બેઠક પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર વિજયી થયો છે. છતાં પણ સત્તા પક્ષ દ્વારા પ્રણાલીને બાજુએ મૂકી અન્ય વ્યક્તિને સત્તા સોંપવાની તૈયારી ચાલી રહી હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. નિયમો વિરુદ્ધ કોઈ નિર્ણય લેવાશે તો રાજ્યવ્યાપી વિરોધ કરાશે કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો કે, ગુજરાત બહારના વ્યક્તિને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવાની કવાયત થઈ રહી છે, જે સ્થાનિક સ્વરાજની ભાવના અને બંધારણીય જોગવાઈઓના વિરોધમાં છે. પક્ષે ચૂંટણી આયોગ સમક્ષ માંગણી કરી કે, રોટેશનની મૂળ જોગવાઈ મુજબ જ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવે અને કોઈપણ પ્રકારના રાજકીય દબાણ કે હસ્તક્ષેપને રોકવામાં આવે. આ ઉપરાંત કોંગ્રેસના ડેલીગેશન દ્વારા પંચાયત વિભાગમાં પણ અલગથી રજૂઆત કરવામાં આવશે. કોંગ્રેસે ચેતવણી આપી કે, જો નિયમો વિરુદ્ધ કોઈ નિર્ણય લેવાશે તો રાજ્યવ્યાપી વિરોધ અને કાનૂની લડત શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ:સુરેન્દ્રનગર 43.5°C સાથે દેશનું સૌથી ગરમ શહેર; 9થી 12 મે સુધી યલો એલર્ટ જારી, બે દિવસ ભયાનક તાપ પડશે
    Next Article
    વંથલીના સુખપુરમાં જંગલી ભૂંડનો આતંક:ખેતરમાં ભેંસો ચરાવતા આધેડ પર હુમલો કર્યો, સાથળ અને માથાના ભાગે ભર્યા બચકાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment