Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ:સુરેન્દ્રનગર 43.5°C સાથે દેશનું સૌથી ગરમ શહેર; 9થી 12 મે સુધી યલો એલર્ટ જારી, બે દિવસ ભયાનક તાપ પડશે

    18 hours ago

    રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બાકીના શહેરોમાં આકરો તાપ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું રાજકોટ 42.9°C મહત્તમ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તે સિવાય અમરેલી, સુરેન્દ્રનગર અને વડોદરામાં પણ ગરમીનું જોર વધુ જોવા મળ્યું છે. ગઈકાલે ભાવનગર, ગીર સોમનાથ, મહિસાગર, હિંમતનગર, ભરૂચ સહિતના જિલ્લાઓના છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવનને કારણે વૃક્ષો પડવાની પણ ઘટનાઓ સામે આવી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં તાપમાન આશરે 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વલસાડ અને તાપીમાં એકાએક વાતાવરણ પલટાયું વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ નોંધાયો છે. આ પલટાની અસર તાપી જિલ્લામાં પણ જોવા મળી હતી, જ્યાં વાલોડ ગામના વિવિધ વિસ્તારોમાં સાંજની વેળાએ અચાનક વાદળછાયું આકાશ થયા બાદ પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. વાલોડના બજાર વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે પડેલા આ માવઠાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ અચાનક આવેલા વરસાદથી જનજીવન અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. 48 કલાક બાદ તપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે હવામાન વિભાગ અનુસાર, હાલમાં સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનની સિસ્ટમ સક્રિય બનતા રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જોકે, 9 મેથી ફરી એકવાર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેના પગલે કચ્છ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 11-12 મે ભારે હીટવેવની આગાહી, સ્થિતિ ગંભીર બની શકે 10 મેથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. 10 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરત અને ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 11 અને 12 મે દરમિયાન બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બનવાની આગાહી કરવામાં આવી છે. 6 મેના વરસેલા વરસાદના દૃશ્યો યુપી સહિત 9 રાજ્યોમાં વરસાદ, બિહારમાં કરા પડ્યા, વીજળી પડવાથી 2ના મોત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદનો દોર ચાલુ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં બુધવારે વરસાદ થયો. જ્યારે બિહાર, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરા પણ પડ્યા. ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ગોદામમાં રાખેલ 100 ક્વિન્ટલ ઘઉં પલળી ગયા. રાજ્યમાં મહત્તમ તાપમાન 40°Cથી નીચે આવી ગયું છે. આજે 44 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ છે. બિહારમાં પટનાના વિસ્તારોમાં કરા પણ પડ્યા. અહીં બપોરના સમયે જ અંધારું છવાઈ ગયું. પૂર્ણિયામાં આકાશી વીજળી પડવાથી બે લોકોના મોત થયા. ઉત્તરાખંડના કેદારનાથ ધામ સહિત ઊંચી પર્વતમાળાઓ પર સતત ચોથા દિવસે હિમવર્ષા થઈ. ગુજરાતનું રાજકોટ દેશમાં સૌથી ગરમ રહ્યું. અહીંનું તાપમાન 42.9°C નોંધાયું. જ્યારે મહારાષ્ટ્રના વાશિમમાં તાપમાન 42.6°C રહ્યું. રાજસ્થાનના ફલોદીમાં સૌથી વધુ તાપમાન 42.8°C નોંધાયું. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    ચતુર ચહલની મુર્ખાઈ, ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતા ઝડપાયો!:હવામાં નિયમોનો ધુમાડો ઉડાવો મોંઘો પડશે, 'નો ફ્લાય લિસ્ટ'નું જોખમ; અગાઉ પરાગનો વારો પડી ગયો હતો
    Next Article
    આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદે રાજકીય ઘમાસાણ:કોંગ્રેસની સચિવાલય કૂચ, રોટેશન નિયમમાં હસ્તક્ષેપનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment