Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ધરમપુર-કપરાડામાં વરસાદી ઝાપટાં:ગરમીથી રાહત, કેરીના પાકને નુકસાનની ભીતિ

    2 days ago

    વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા છે. મે મહિનાની શરૂઆતથી જ રાજ્યભરમાં અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આ અચાનક આવેલા વરસાદથી સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જોકે, કેરીના પાક પર નિર્ભર ખેડૂતોમાં માવઠાને કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વલસાડ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો હતો, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. ધરમપુરના પહાડી વિસ્તારો અને કપરાડાના જંગલ વિસ્તારમાં હળવો વરસાદ (સ્થાનિક ભાષામાં 'છઠ્ઠો') નોંધાયો હતો, જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા. ધરમપુર ત્રણ દરવાજા પાસે વરસાદના છાંટા પડતા વાહનોની ગતિ ધીમી પડી હતી. કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા કેટલાક યુવાનો વરસાદમાં ભીંજાવાની મજા માણતા પણ જોવા મળ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી ગરમીથી શેકાતા લોકોને થોડા સમય માટે આશ્વાસન મળ્યું હતું. જોકે, આ અકાળે આવેલા વરસાદથી કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. વલસાડના આ બંને તાલુકાઓ ડુંગરાળ હોવાથી અહીં વાતાવરણમાં વારંવાર પલટા જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    ગૌમાતાને રાષ્ટ્રીય સુરક્ષા આપવા આવેદન:ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત
    Next Article
    કમાટીબાગમાં વાંદરાના હુમલા બાદ પાંજરું ગોઠવાયું:6 વર્ષના બાળક પર હુમલો કરનાર વાંદરાને ટ્રેન્ક્યુલાઈઝિંગ ગનથી ડાર્ટ મારી પણ ભાગ્યો, પકડવા વન વિભાગની ટીમો મેદાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment