Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌમાતાને રાષ્ટ્રીય સુરક્ષા આપવા આવેદન:ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત

    2 days ago

    ગૌમાતાને રાષ્ટ્રીય સુરક્ષા આપવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્રો સુપરત કરવામાં આવ્યા છે. રાજસ્થાન-ગુજરાત ગૌમાતા રાષ્ટ્રીય સન્માન સમિતિના પ્રભારી બહાદુરસિંહ ગજ્જર અને તેમની ટીમે આ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આ આવેદનપત્રો વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવોને સંબોધવામાં આવ્યા હતા. આ ગૌ સન્માન ચળવળનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાની હત્યા રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કડક કાયદો બનાવવાનો છે. આવેદનપત્રમાં ગૌ સન્માન બિલ પસાર કરીને ગૌમાતાનું સન્માન જળવાય તેવો કાયદો ઘડવા માટે વિનંતી કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ગૌ સુરક્ષા માટે કાયદો ઘડવાના પ્રસ્તાવ મૂકવાની માંગ કરાઈ છે. રાજ્યવ્યાપી ગૌ સન્માન આવેદન પ્રાર્થના પત્ર અભિયાન અંતર્ગત, 07 મે, 2026, ગુરુવારે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની તમામ મામલતદાર અને કલેક્ટર કચેરીઓ ખાતે આવેદનપત્રો સુપરત કરાયા હતા. વેરાવળ મામલતદાર કચેરી ખાતે સવારે 11 વાગ્યે વેરાવળ, સુપાસી, ચોરવાડ, ભાલકા, ભીડીયા અને સોમનાથ સહિતના વિસ્તારોના પશુપાલકો, ગૌશાળા સંચાલકો, હોદ્દેદારો અને ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનથી આવેલા ગૌપ્રેમીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સમિતિના પ્રભારી બહાદુરસિંહ ગજ્જરે જણાવ્યું હતું કે, આ આવેદનપત્રો ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને સંબોધીને પાઠવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત:પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો, સારવાર દરમિયાન મોત
    Next Article
    વલસાડના ધરમપુર-કપરાડામાં વરસાદી ઝાપટાં:ગરમીથી રાહત, કેરીના પાકને નુકસાનની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment