Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં ગૌ સન્માન અભિયાન: મામલતદારને આવેદનપત્ર સુપરત:ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને મહિલાઓ સહિતના પ્રતિનિધિઓ ભજન મંડળી સાથે સવારે દસ વાગ્યે પાટડી મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ભારતમાં ગાયને પવિત્ર અને માતા તરીકે સ્થાન અપાયું છે. ગુજરાતમાં ગૌવંશ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં, દરરોજ હજારોની સંખ્યામાં ગૌવંશની કતલ થઈ રહી છે. ગૌ-રક્ષકો દ્વારા અનેક વખત કતલખાને જતાં ગૌવંશને બચાવાયા છે, પરંતુ તેમના વિરુદ્ધ ફરિયાદો પણ નોંધાઈ છે. રાજ્યમાં કતલખાનાઓ કાર્યરત હોવા છતાં કાયદો અને સરકાર કાર્યવાહી કરી શકતા નથી, જેના કારણે ગૌરક્ષકો અને હિન્દુઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો હરીભાઇ પ્રજાપતિ, નરેશભાઈ પંચોલી, પ્રહલાદભાઈ પ્રજાપતિ, દાદુભાઈ રબારી અને મહેશભાઈ ઠાકોર હાજર રહ્યા હતા. પાટડી નગરપાલિકાના સદસ્યો મીનાબેન દેસાઈ, ગીતાબેન વરસાણી, નયનાબેન ઠક્કર, જયશ્રીબેન દુધરેજીયા, ભરતભાઇ ઝીંઝુવાડીયા અને વિષણુભાઈ ધોળકિયા પણ જોડાયા હતા. પાટડી નગરની વિવિધ સોસાયટીઓના ભજન મંડળની બહેનો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    આ રહ્યા વડોદરાના 7 'ડેથ સ્પોટ':હાઈવે અને શહેરના જોખમી રસ્તાઓ પર 3 વર્ષમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા
    Next Article
    છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે પાક ખરીદી શરૂ ન થઈ:બારદાનના અભાવે મકાઈ, જુવાર, બાજરીના ખેડૂતો મુશ્કેલીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment