Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં ટેકાના ભાવે પાક ખરીદી શરૂ ન થઈ:બારદાનના અભાવે મકાઈ, જુવાર, બાજરીના ખેડૂતો મુશ્કેલીમાં

    10 hours ago

    છોટા ઉદેપુર જિલ્લામાં મકાઈ, જુવાર અને બાજરીના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બારદાનના અભાવે પાક ખરીદવામાં આવી રહ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોના પાકને ટેકાના ભાવે ખરીદવા માટે તૈયારીઓ કરવામાં આવે છે અને ખેડૂતો પોર્ટલ પર નોંધણી પણ કરાવે છે. છોટા ઉદેપુર જિલ્લામાં પણ મકાઈ, જુવાર અને બાજરીના પાકની ખરીદી માટે નોંધણી થઈ ચૂકી છે. ખેડૂતોએ પોતાનો પાક વેચવા માટે સંગ્રહ કરીને રાખ્યો છે. જોકે, આ પાક ભરવા માટે બારદાન (ગુણ)ની અછત વર્તાઈ રહી છે. બારદાનના અભાવને કારણે ખેડૂતોનો તૈયાર પાક ઘરમાં જ પડી રહ્યો છે અને તેની ખરીદી થઈ રહી નથી. ખેડૂતો વહેલી તકે ખરીદી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને ઘરખર્ચ અને અન્ય પ્રસંગો માટે પૈસાની તાતી જરૂરિયાત છે. બીજી તરફ, કમોસમી વરસાદ (માવઠા)ની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે, જેનાથી પાકને નુકસાન થવાનો ભય છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખરીદી શરૂ ન થવા પાછળ બે કારણો આપવામાં આવ્યા છે: એક તો વડી કચેરી તરફથી ખરીદી અંગેનો પરિપત્ર ન મળ્યો હોવાનું અને બીજું બારદાનની અછત હોવાનું. પુરવઠા વિભાગની આ ઢીલી નીતિને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં ગૌ સન્માન અભિયાન: મામલતદારને આવેદનપત્ર સુપરત:ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ
    Next Article
    West Bengal Breaking LIVE | 5 વાગ્યા! TMCની ગુંડાગીરીની પોલ | mamata banerjee | PM Modi | Amit Shah

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment