Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ રહ્યા વડોદરાના 7 'ડેથ સ્પોટ':હાઈવે અને શહેરના જોખમી રસ્તાઓ પર 3 વર્ષમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા

    2 days ago

    વડોદરા શહેર અને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ શહેરના આંતરિક બ્રિજ હવે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. વડોદરામાં કુલ 7 જગ્યાઓને 'બ્લેક સ્પોટ' (અકસ્માત પ્રભાવી વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 42 ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં 26 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. વડોદરાના કયા 7 વિસ્તારો 'બ્લેક સ્પોટ' છે? નેશનલ હાઈવે પરના સ્પોટ 1. જાંબુવા GEB કટ પાસે 2.APMC માર્કેટની સામે 3. એરફોર્સ બ્રિજ 4. ગોલ્ડન ચોકડી બ્રિજ શહેરની અંદરના સ્પોટ: 5. અકોટા બ્રિજ 6. ફતેગંજ પંડ્યા બ્રિજ 7. ડભોઈ ચોકડી તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, હાઈવે પરના 4 અને શહેરના આંતરિક 3 વિસ્તારોને અત્યંત જોખમી માનવામાં આવ્યા છે. હાઈવે જેટલા જ જોખમી શહેરના આંતરિક રસ્તા આંકડાકીય વિગતો મુજબ, હાઈવે પર થયેલા 24 અકસ્માતમાં 13 મોત થયા છે, જ્યારે આશ્ચર્યજનક રીતે શહેરના અકોટા બ્રિજ, ડભોઈ ચોકડી અને ફતેગંજ બ્રિજ પર થયેલા માત્ર 18 અકસ્માતમાં પણ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દર્શાવે છે કે શહેરના બ્રિજ પણ હાઈવે જેટલા જ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. બ્લેક સ્પોટ એટલે શું? તે કેવી રીતે નક્કી થાય? 500 મીટરનો માર્ગ વિસ્તાર કે, જેમાં કુલ મળીને પાંચ કે તેથી વધુ ગંભીર માર્ગ અકસ્માતો અથવા 10 કે વધુ મૃત્યુ થયા હોય. આ સાથે જો ત્રણ વર્ષમાં પાંચ કે વધુ ગંભીર માર્ગ અકસ્માત થયા હોય અને 10થી ઓછા મૃત્યુ થયા હોય તો પણ તેને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવે છે. આ સાથે જ ત્રણ વર્ષમાં 10 કે તેથી વધુ અકસ્માત મૃત્યુ થયા હોય પણ પાંચથી ઓછા માર્ગ અકસ્માત થયા હોય તો પણ તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવે છે. તંત્ર દ્વારા એક્શન પ્લાન અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે RTO વિભાગ અને હાઈવે એન્જિનિયરો દ્વારા આ તમામ સાતેય બ્લેક સ્પોટની મુલાકાત લેવામાં આવશે. અકસ્માત પાછળના કારણો જેવા કે રોડની ડિઝાઈન, સાઈન બોર્ડનો અભાવ કે વાહનચાલકોની બેદરકારીની તપાસ કરી જરૂરી સુધારા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં HPV રસીકરણ અભિયાનને જોરદાર પ્રતિસાદ:5 લાખથી વધુ દીકરીઓને અપાઈ HPV રસી, ગુજરાતે પૂર્ણ કર્યો 90% લક્ષ્યાંક
    Next Article
    પાટડીમાં ગૌ સન્માન અભિયાન: મામલતદારને આવેદનપત્ર સુપરત:ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment