Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં HPV રસીકરણ અભિયાનને જોરદાર પ્રતિસાદ:5 લાખથી વધુ દીકરીઓને અપાઈ HPV રસી, ગુજરાતે પૂર્ણ કર્યો 90% લક્ષ્યાંક

    2 days ago

    રાજ્યમાં મહિલાઓમાં વધતા સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલા HPV રસીકરણ અભિયાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ 14 વર્ષની દીકરીઓને HPV રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકમાંથી આશરે 90 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે. હોસ્પિટલો ઉપરાંત પર 14 વર્ષની દીકરીઓ માટે HPV રસી મફત આ અભિયાન દીકરીઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીના રસીકરણ દરમિયાન ગંભીર આડઅસરનો એકપણ કિસ્સો નોંધાયો નથી, જેના કારણે આ રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનું ફરી સ્પષ્ટ થયું છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો ઉપરાંત CHC, PHC અને UPHC કેન્દ્રો પર 14 વર્ષની દીકરીઓ માટે HPV રસી મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકો અફવાઓથી દૂર રહી અભિયાનમાં સહભાગી બને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતા-પિતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, મે મહિનાના અંત સુધી ચાલનારા આ વિશેષ અભિયાનનો લાભ લેવાનો બાકી હોય તેવી તમામ દીકરીઓને તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર લઈ જઈ રસી અપાવવી જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક અને વૈજ્ઞાનિક આધાર વગરની અફવાઓથી સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી. “દીકરીઓના સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય માટે HPV રસી અત્યંત જરૂરી છે. લોકો અફવાઓથી દૂર રહી સરકારના આ જનહિતના અભિયાનમાં સહભાગી બને” એમ તેમણે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો:નવસારીમાં જગદગુરુ રામાનંદાચાર્યની આગેવાનીમાં PMને આવેદન
    Next Article
    આ રહ્યા વડોદરાના 7 'ડેથ સ્પોટ':હાઈવે અને શહેરના જોખમી રસ્તાઓ પર 3 વર્ષમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment