Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ ભૂખ્યા સાસરીયાએ હદ વટાવી:ગાંધીનગરની યુવતી માટે સ્નેપચેટ પર થયેલો પરિચય લગ્ન પછી શ્રાપ બન્યો,ઓસ્ટ્રેલિયા રહેતા પતિએ હાથ અધ્ધર કર્યા

    10 hours ago

    વિદેશી ધરતી પર સ્થાયી થયેલા યુવકોના મોહમાં અનેક યુવતીઓ લગ્ન કરી સુખી થવાના સપના જોતી હોય છે, પરંતુ વાવોલની એક યુવતી માટે આ સપનું દુઃસ્વપ્ન સાબિત થયું છે. ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં રહેતી પરણિતાને લગ્નના ટૂંકા ગાળામાં જ ઓસ્ટ્રેલિયા સ્થિત પતિ અને સાસરિયાઓએ દહેજ બાબતે મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા આખરે મામલો મહિલા પોલીસ મથકે નોંધાયો છે. સ્નેપચેટથી કોન્ટેક્ટમાં આવ્યા ને ઊતાવળે લગ્ન કર્યા મૂળ વાવોલના રાજેશ્વરીબેન રાવલના લગ્ન મે 2025માં સુરતના વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા અક્ષય હિતેશભાઈ ત્રિવેદી સાથે થયા હતા. બંનેનો પરિચય સ્નેપચેટના માધ્યમથી થયો હતો. અક્ષયે પોતાની પાસે રજાઓ ઓછી હોવાનું બહાનું ધરીને ખૂબ જ ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન સમયે રાજેશ્વરી બેનના પિતાએ શક્તિ મુજબ 8 તોલા સોનું અને અન્ય કરિયાવર આપ્યો હતો. જોકે, લગ્ન પછી તરત જ પતિ અને સાસરિયાંનો અસલી ચહેરો સામે આવ્યો હતો.ફરિયાદ મુજબ, લગ્ન બાદ અક્ષય ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. શરૂઆતમાં સાસરિયાઓએ વિદેશ જવાનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ બાદમાં તેઓ ફરી ગયા હતા અને તમામ ખર્ચ યુવતીના પિતા પર નાખી દીધો હતો. ફાઈલ પ્રોસેસિંગનો ખર્ચ કરવા છતાં પતિએ પત્નીની વિઝા ફાઈલ ડ્રોપ કરી દીધી હોવાનું જણાવી માનસિક ત્રાસ આપ્યો હતો. સસરાએ પુત્રવધૂના વાળ પકડીને ઢસડી લાતો મારી હતી બીજી તરફ સાસરિયાઓ અવારનવાર મ્હેણા મારતા કે અમારી દીકરીને તો 25 તોલા સોનું આપ્યું છે, તારા પિતાએ શું આપ્યુ છે. સાસરિયાઓએ ઘરે રાખેલી કામવાળીને પણ કાઢી મૂકી હતી અને રાજેશ્વરીબેન પાસે ઘરનું તમામ કામ કરાવતા હતા તો કપડાં ધોવા જેવી બાબતે વાંક કાઢીને બે બે વાર કપડાં ધોવડાવીને હેરાન કરવામાં આવતા હતા. એક તબક્કે સસરા હિતેશભાઈએ પુત્રવધૂના વાળ પકડીને ઢસડી હતી અને લાતો મારી હતી. જ્યારે સાસુ હર્ષિદાબેને વાસણો અને સાવરણીથી માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ઝુંડાલમાં રહેતી નણંદ રીધ્ધીબેન પણ અવારનવાર પિયર જઈને દહેજ બાબતે ઝઘડા કરી મારઝૂડ કરતી હતી. અંતે સતત ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા રાજેશ્વરીબેન નવેમ્બર 2025માં પિયર વાવોલ પરત આવી ગયા હતા. જ્યારે સામા પક્ષે સમાધાન કરવાને બદલે છૂટાછેડાની માંગણી કરી હતી. આખરે ન્યાય મેળવવા માટે રાજેશ્વરીબેને પતિ અક્ષય, સાસુ હર્ષિદાબેન, સસરા હિતેશભાઈ અને નણંદ રીધ્ધીબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત:પતિની સારવાર માટે માસીયાઈ ભાઈ પાસેથી 2 લાખ વ્યાજે લીધા'તા, 6 લાખ માંગી પઠાણી ઉઘરાણી કરી પતિ-પત્નીને મારી નાખવા ધમકી આપી
    Next Article
    વઢવાણ પાંજરાપોળ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ:મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ,મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment