Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત:પતિની સારવાર માટે માસીયાઈ ભાઈ પાસેથી 2 લાખ વ્યાજે લીધા'તા, 6 લાખ માંગી પઠાણી ઉઘરાણી કરી પતિ-પત્નીને મારી નાખવા ધમકી આપી

    11 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક વ્યાજખોરીની ઘટના સામે આવી છે જેમાં મવડી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના પતિની સારવાર માટે માસીયાઈ ભાઈ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા 2 લાખનું 6 લાખ વ્યાજ માંગી પઠાણી ઉઘરાણી કરી આરોપી માસીયાઈ ભાઈ દ્વારા પોલીસ ચોકીની બહાર પતિ-પત્નીને મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસે માનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના બાલાજી હોલ નજીક શ્રી રામ પાર્ક શેરી નં.03માં રહેતાં ડીમ્પલબેન વિપુલભાઈ પાંભર (ઉ.વ.34)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાવીન અશોક ટીટીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેને વર્ષ 2009મા વિપુલ પાંભર સાથે લવ મેરેજ કર્યા છે અને સંતાનમા એક દીકરો છે. દોઢેક વર્ષ પહેલા પતિ અને મહિલાના ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો જેથી બંનેને હાથ પગમા ઇજા થઇ હતી જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમા ફરીયાદ પણ નોંધાવી હતી. પતિની 10 દિવસ સુધી ચાલેલ સારવાર દરમિયાન રૂપીયાની જરૂરિયાત ઉભી થતા માસીના દીકરા ભાવિન ટીટીયા પાસે રૂ.2 લાખ માંગણી કરતા તેને 2 લાખનું 6 હજાર વ્યાજ દેવું પડશે તેમ વાત કરી રૂ.2 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ એક મહીનો પુરો થતા ભાવિન ટીટીયા રૂ.6 હજાર વ્યાજ ઘરેથી લઇ ગયો હતો તેમજ પતિને હોસ્પીટલમા ખર્ચમા બધા રૂપીયા ચુકવી દીધા હોય જેથી તેની પાસે રૂપીયા ન હોય અને મહીનો પુરો થતા ભાવિન ટિટીયા ઘરે વ્યાજ લેવા આવતા કહ્યું કે, હાલ અમારી પાસે વ્યાજની રકમ દેવાની સગવડ નથી તેમ કહેતા વ્યાજના રૂપીયા દેવાની સગવડ ન હોય તો તમારા ગળામાં પહેરેલ મંગલસુત્ર કાઢી આપો તેમ કહી બોલાચાલી કરી ઉશ્કેરાય જઈ મને તાત્કાલીક મારા રૂપીયા જોઇએ નહી તો જોવા જેવી થશે અને પથારીમા પડેલ તારા પતિને છરીના ઘા ઝીંકી દઇસ તેમ કહી બળજબરી કરી તેણીએ પહેરલ આશરે પાંચ તોલાનુ સોનાનુ મંગલસુત્ર કઢાવીને લઈ ગયો હતો અને મંગલસુત્ર હુ ગમે ત્યા વહેચીને મારા રૂપીયા વસુલી લઇશ તેમ કહી જતો રહ્યો હતો. આઠ દીવસ બાદ ભાવિન ટિટીયા ધરે આવી વાત કરી કે, તમારૂ મંગલસુત્ર મે ગીરવે મુકી દીધું છે, હવે તમારે હુ જે નંબર આપુ તેમા તમારે દર મહીને હુ કહુ તેટલા રૂપીયા નાખી દેવાના તેમ વાત કરી હતી. ત્યારથી પતિ વિપુલભાઈ દર મહીને ભાવિન ટિટીયાના કહેવા મુજબા અલગ અલગ રકમ 2500થી 3000 તેને આપેલ મો.નં. પર ઓનલાઇન ટ્રાન્સફર કરતાં હતાં. બે મહીના પહેલા તેઓ પાસે રૂ.2 લાખ થઇ જતા ભાવિનને વાત કરી કે, હવે અમારી પાસે તમને આપવાના રૂપીયાની સગવડ થઇ ગઈ છે તમે અમારૂ મંગલસુત્ર પરત આપો તેમ વાત કરતા આજ દીન સુધીના વ્યાજ સહીતના રૂ.6 લાખ આપવાના થાય છે, જે રૂપીયા આપો પછી તમને તમારૂ મંગલસુત્ર પરત મળશે તેમ વાત કરી હતી. આ પછી ફરિયાદીએ રૂ.2 લાખનુ તમારા કહેવા મુજબનુ વ્યાજ ભરતા આવ્યા છીએ તો હવે રૂ.6 લાખ કેમ આપવાના તેમ વાત કરતા આરોપીએ કહ્યું કે, તમે આપેલ વ્યાજ સિવાયના બીજા રૂ.4 લાખ આપવાના થાય છે અને રૂ.2 લાખ મુડી મળી કુલ રૂ.6 લાખ આપો ત્યારબાદ તમને મંગલસુત્ર મળશે કહેતા આરોપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મંગલસુત્ર પરત ન કરી ઉગ્રતાથી વર્તન કરતો હતો અને ગઈ તા.18 ના રોજ આ ભાવિનભાઈ અશોકભાઈ ટિટીયા વિરૂધ્ધમા અરજી કરી હતી જેથી બન્ને પક્ષને મોટા મવા પોલીસ ચોકી પર બોલાવવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજના ફરીયાદી તેના પતિ સહિતના સંબંધી સાથે મોટા મવા પોલીસ ચોકી ખાતે આવ્યા અને બહાર ચોકીના ગ્રાઉન્ડમા ઉભા હતા ત્યારે ભાવિન તથા તેમના વકીલ સહિતના લોકો આવ્યા હતા અને આ ફરીયાદ કેમ કરી તેમ કહી અમને બધાને મારવાની ધમકી આપવા લાગ્યો હતો દરમ્યાન કારમાંથી ચાર વકીલ આવેલા અને ધમકાવવા લાગેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નોરા ફતેહીએ અશ્લીલ ગીત પર માફી માંગી:મહિલા આયોગને કહ્યું- હવે આવા આઈટમ સોંગ નહીં કરું; અશ્લીલતા ફેલાવવાનો ઈરાદો નહોતો
    Next Article
    દહેજ ભૂખ્યા સાસરીયાએ હદ વટાવી:ગાંધીનગરની યુવતી માટે સ્નેપચેટ પર થયેલો પરિચય લગ્ન પછી શ્રાપ બન્યો,ઓસ્ટ્રેલિયા રહેતા પતિએ હાથ અધ્ધર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment