Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર લીલી પરિક્રમા માટે 2,241 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત:ગિરનાર પરિક્રમામાં 2,241 સુરક્ષાકર્મીઓ તૈનાત, 10 ઝોનમાં વહેંચણી,અજાણ્યા ઈસમો અને ચોર ગઠિયાઓ થી સાવચેત રહેવા કરાવી સૂચના

    17 hours ago

    ​આવતીકાલે ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ થશે ત્યારે યાત્રાળુઓની સુખ-સુવિધા, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા કુલ 2,241 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિશાળ કાફલામાં 1 ASP, 6 DYSP, 29 PI, 83 PSI, 269 ASI/HC, 692 પોલીસ કોન્સ્ટેબલ, 92 SRP, 218 હોમગાર્ડ, 615 GRD, 67 SRD, 145 તાલીમાર્થી અને 24 SDRF જવાનો ખડેપગે ફરજ બજાવશે. ​સમગ્ર પરિક્રમા રૂટ અને શહેરની સુરક્ષા વ્યવસ્થાને 10 ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં ભવનાથ, માળવેલા, સીટી, નળપાણી ઘોડી, બોરદેવી, ગીરનાર, ઝીણાબાવાની મઢી, રૂપાયતન, પરબધામ અને ભેસાણ મો.સા. પેટ્રોલિંગ ઝોનનો સમાવેશ થાય છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું પરિક્રમાવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ વખત અંદર આવેલી રાવટીઓ પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મહત્વના વિસ્તારોમાં ડ્રોન કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવશે. લાખો શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા આવતા અસામાજિક તત્વો પર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સર્વેલન્સની પાંચ ટીમો કાર્યરત રાખવામાં આવી છે. ​ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "લાખો શ્રદ્ધાળુઓને નમ્ર અપીલ છે કે તેઓ નિયત સમયે પરિક્રમા શરૂ કરે, નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરે અને તંત્રના જાહેરનામાનું પાલન કરે. ભવનાથ તળેટી તથા અંદરના અન્નક્ષેત્ર અને ઉતારાના સંચાલકો પોતાના પાસવાળા વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરે જેથી પરિક્રમાવાસીઓના માર્ગમાં નડતર ન થાય. "પરિક્રમા દરમિયાન કોઈ તકલીફ પડે તો વાયરલેસ કમ્યુનિકેશન ધરાવતી પોલીસની 40થી વધુ રાવટીઓનો સંપર્ક કરવો. અગાઉ કેફી પદાર્થ આપી ઠગાઈના બનાવો બનેલા હોવાથી અજાણ્યા ઈસમો પાસેથી પ્રસાદીના નામે કોઈ પદાર્થ ન લેવો તથા સાથે આવતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું અને જરૂર પડે ત્યારે ફરજ પરના પોલીસ કર્મીઓની મદદ લેવી.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયામાં AMCની રીલ બનાવવાના ખર્ચ પર બ્રેક:GIDC વિસ્તારમાંથી કચરો ઉપાડવા માટે ચાર્જ વસૂલ કરાશે, 450 મીટરની ડ્રેનેજ લાઈન નાખવા ખર્ચ કરવા મામલે સવાલ
    Next Article
    વેરાવળમાં કેબલ અને પાણીની મોટર ચોરીના 2 ગુના ઉકેલાયા:વેરાવળ સીટી પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે કુલ 6 આરોપીઓને પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment