Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયામાં AMCની રીલ બનાવવાના ખર્ચ પર બ્રેક:GIDC વિસ્તારમાંથી કચરો ઉપાડવા માટે ચાર્જ વસૂલ કરાશે, 450 મીટરની ડ્રેનેજ લાઈન નાખવા ખર્ચ કરવા મામલે સવાલ

    17 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસકામો, આરોગ્ય અને વહીવટી બાબતોને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે વટવા-ઘોડાસર ડ્રેનેજ લાઈનના બાકી કામ અને સોશિયલ મીડિયા પર પ્રચાર માટેના ₹1 કરોડથી વધુના ખર્ચની વિવાદાસ્પદ દરખાસ્ત પર હાલ પૂરતી બ્રેક લગાવી દીધી છે. બીજી તરફ, રિવરફ્રન્ટની ઇન્ટરસેપ્ટ લાઈનની સફાઈ અને હોસ્પિટલો માટે મશીનોની ખરીદી સહિતના કામોને મંજૂરી આપવામાં આવી છે. વટવાથી ઘોડાસર કેનાલ સુધીના ₹6 કરોડના ડ્રેનેજ કામ પર રોક શહેરના પૂર્વ વિસ્તારમાં વટવાની દેવમ રેસીડેન્સીથી ઘોડાસર કેનાલ સુધી માઈક્રો ટનલિંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા માટેના ₹6 કરોડના કામને ચેરમેને અટકાવી દીધું છે. ત્રણ વર્ષ પહેલા પુશિંગ પદ્ધતિથી 2850 મીટર લાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, જેમાંથી 450 મીટર કામ બાકી રહી ગયું હતું અને તેને પૂર્ણ કરવા ₹6 કરોડનો ખર્ચ સૂચવાયો હતો. ચેરમેન કમલેશ પટેલે જૂના કોન્ટ્રાક્ટરની શરતો મુજબ કામ કેમ પૂર્ણ ન થયું તેની તમામ વિગતો માંગી છે અને તેનો અભ્યાસ કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવાશે. સોશિયલ મીડિયા અને રિલ્સ પાછળ વાર્ષિક ₹1 કરોડથી વધુના ખર્ચની દરખાસ્ત અટકાવાઈ AMC દ્વારા સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસાર અને રિલ્સ બનાવવા માટે વાર્ષિક ₹1 કરોડથી વધુનો ખર્ચ કરવાની વિવાદાસ્પદ દરખાસ્ત રજૂ કરાઈ હતી, જેને હાલ રોકવામાં આવી છે. વર્તમાન એજન્સીને આ કામ માટે માસિક ₹5 લાખ ચૂકવાય છે, ત્યારે નવી એજન્સીમાં વધારાના માણસો મૂકવાનો ઉલ્લેખ કરાયો છે. આ કામગીરીમાં કેટલા માણસો શું કામ કરશે તેનું પ્રેઝન્ટેશન રજૂ કરવા સૂચના અપાઈ છે, ત્યારબાદ જ મંજૂરી અંગે વિચારણા થશે. રિવરફ્રન્ટની ઇન્ટરસેપ્ટ લાઈનની CCTVથી સફાઈ માટે ₹10.46 કરોડ મંજૂર ગત ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા અને એલિસબ્રિજના ધારાસભ્ય દ્વારા રિવરફ્રન્ટની ઇન્ટરસેપ્ટ લાઈનમાં પાણી ન જતું હોવાના ઉઠાવાયેલા સવાલો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ ભાગમાં ડફનાળાથી આંબેડકર બ્રિજ સુધીની 900 mmની ઇન્ટરસેપ્ટ ડ્રેનેજ લાઈન અને ડક્ટ લાઈનને CCTV મારફતે સાફ કરવા માટે ₹10.46 કરોડના કોન્ટ્રાક્ટને મંજૂરી આપી છે. જોકે, રિવરફ્રન્ટની બંને તરફ લાઈન હોવા છતાં હાલ એક જ તરફની લાઈન સાફ કરવાની મંજૂરી અપાઈ છે. હોસ્પિટલો માટે 10 ચાઈનીઝ મશીનો ખરીદાશે
    Click here to Read More
    Previous Article
    बाबा रामदेव ने बताया शुगर कंट्रोल करने का सबसे आसान नुस्खा, रोजाना करें ये काम
    Next Article
    ગિરનાર લીલી પરિક્રમા માટે 2,241 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત:ગિરનાર પરિક્રમામાં 2,241 સુરક્ષાકર્મીઓ તૈનાત, 10 ઝોનમાં વહેંચણી,અજાણ્યા ઈસમો અને ચોર ગઠિયાઓ થી સાવચેત રહેવા કરાવી સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment