Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત:પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો, લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ

    12 hours ago

    અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ પણ આ જ બ્રિજ ઉપરથી અકસ્માતમાં એક ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પડતા મોત થયું હતું. એલ ડિવિઝન પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. માથામાં ઈજા થતાં ખૂબ લોહી વહી ગયું બાઇક ચાલક ન્યુ રાણીપથી બલોલનગર તરફ બાઇક ચાલક જઈ રહ્યો હતો ત્યારે બલોલ નગર બ્રિજ ઉપર ઝડપના કારણે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યાર બાદ નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ ઇજાને કારણે ખૂબ જ લોહી નીકળવા લાગ્યું હતું. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જોખમી વળાંકના કારણે અવારનવાર અકસ્માત બ્રિજ પર થતા અકસ્માતથી સ્થાનિકો પણ પરેશાન થયા છે.બ્રિજ ઉપર જોખમી વળાંકના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે.થોડા સમય અગાઉ પણ આ જ બ્રિજ ઉપર આ પ્રકારના એ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પટકાતા સ્થળ પર મોત થયું હતું. બ્રિજ ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એએમસીને જાણ કરવામાં આવી છે. પરંતુ એએમસી દ્વારા હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. બાઇક ચાલકને કોઈએ ટક્કર ન મારી હોવાથી ફરિયાદ નોંધાવી નથી: PI એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ સુનિતા પટેલે જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.જોકે બાઈક ચાલકને કોઈએ ટક્કર મારી નથી જેથી પરિવારે હાલ કોઈ ફરિયાદ નોંધાવી નથી.
    Click here to Read More
    Previous Article
    મર્ડરના કેદી પર આવ્યું લેડી જેલરનું દિલ:આજીવન કેદની સજા પૂરી થયા પછી હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા, વિહિપે ફિરોઝાનું કરાવ્યું કન્યાદાન
    Next Article
    બગસરામાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ:આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, કૌટુંબિક ઝઘડામાં તીક્ષ્ણ હથિયારો વડે પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment