Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગસરામાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ:આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, કૌટુંબિક ઝઘડામાં તીક્ષ્ણ હથિયારો વડે પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું

    2 days ago

    અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં કૌટુંબિક ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી છે. આ ઘટના 5 મે, 2026ના રોજ સાંજના સમયે કુંકાવાવ નાકા પાસે આવેલા બોરીચાવાસમાં બની હતી. પોલીસે આરોપી પતિ વિજય ઉર્ફે ગની પરમારની ધરપકડ કરી છે અને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું છે. બોરીચાવાસમાં રહેતા વિજય ઉર્ફે ગની પરમાર અને તેની પત્ની વિલાસબેન વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. ત્યારે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વિજયે તીક્ષ્ણ હથિયારો વડે પત્ની વિલાસબેન પર હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા જ બગસરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતકના ભાઈ પિન્ટુની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી વિજય ઉર્ફે ગનીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. આજે પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરાવ્યું હતું, જેમાં ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવવામાં આવી હતી અને નિવેદનો પણ લેવાયા હતા. આ ગુનામાં વપરાયેલા બે હથિયારો, ત્રિકમ અને કુહાડી, આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર માથાભારે મિજાજનો છે અને તેની વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન તથા મારામારી સહિતના કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. બગસરા પોલીસે બી.એન.એસ.ની નવી કલમો અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપી વિજયને ઘટના બાદ તાત્કાલિક હસ્તગત કરી કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત:પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો, લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ
    Next Article
    સુરતમાં ‘ઘરના જ ઘાતકી’ નીકળ્યા, ₹5.62 કરોડની છેતરપિંડી:‘બાય ઈન્ડિયા’ના નામે પિતા-પુત્રએ ₹4.76 કરોડ પચાવ્યા, કેશ મેનેજમેન્ટના કર્મચારીઓએ ₹85 લાખની ઉચાપત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment