Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ડરના કેદી પર આવ્યું લેડી જેલરનું દિલ:આજીવન કેદની સજા પૂરી થયા પછી હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા, વિહિપે ફિરોઝાનું કરાવ્યું કન્યાદાન

    15 hours ago

    મધ્યપ્રદેશની સતના સેન્ટ્રલ જેલના મદદનીશ અધિક્ષક ફિરોઝા ખાતૂને હત્યાના કેસમાં સજા ભોગવી ચૂકેલા ધર્મેન્દ્ર (અભિલાષ) નામના યુવક સાથે હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. 5 મેના રોજ છતરપુર જિલ્લાના લવકુશ નગરમાં થયેલા આ લગ્નની સમગ્ર વિસ્તારમાં ચર્ચા છે. અભિલાષ આજીવન કેદની સજા ભોગવી ચૂક્યો છે અને લગભગ 4 વર્ષ પહેલા જેલમાંથી છૂટ્યો હતો. એવું કહેવાય છે કે ફિરોઝાના મુસ્લિમ પરિવારજનો આ સંબંધથી નારાજ હતા. તેઓ લગ્નમાં હાજર રહ્યા ન હતા. આવી સ્થિતિમાં સતના વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રાજબહાદુર મિશ્રાએ પત્ની સાથે માતા-પિતા તરીકે કન્યાદાન કરાવ્યું. આ દરમિયાન બજરંગ દળના લોકો પણ હાજર હતા. લગ્નની તસવીરો જુઓ જેલમાં વોરંટના કામ દરમિયાન થઈ હતી મુલાકાત માહિતી અનુસાર, સતના જેલમાં પોસ્ટિંગ દરમિયાન ફિરોઝા ખાતૂન વોરંટ ઇન્ચાર્જનું કામ સંભાળી રહી હતી. તે જ સમયે હત્યાના કેસમાં સજા ભોગવી રહેલો અભિલાષ પણ જેલની અંદર વોરંટ સંબંધિત કામ કરતો હતો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થઈ, જે ધીમે ધીમે મિત્રતા અને પછી પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ. અભિલાષ જેલમાંથી છૂટ્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 2007ના ચર્ચિત હત્યાકાંડમાં મળી હતી આજીવન કેદ અભિલાષ છતરપુર જિલ્લાના ચંદલાનો રહેવાસી છે. વર્ષ 2007માં ચંદલા નગર પરિષદના તત્કાલીન ઉપાધ્યક્ષ કૃષ્ણદત્ત દીક્ષિતની હત્યા કરીને મૃતદેહને જમીનમાં દફનાવવાના કેસમાં તેને આજીવન કેદની સજા થઈ હતી. લગભગ 14 વર્ષ જેલમાં રહ્યા પછી સારા આચરણના આધારે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયા લગ્ન લવકુશ નગરમાં બંનેના લગ્ન વૈદિક મંત્રોચ્ચાર સાથે થયા. લગ્નના સમાચાર સામે આવ્યા બાદ સતના જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને કેદીઓએ પણ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ લગ્ન વિસ્તારમાં પ્રેમ, સામાજિક બંધનો અને ધર્મથી ઉપર ઉઠીને લેવાયેલા નિર્ણયને લઈને ચર્ચાનો વિષય બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટરનો પ્લેનમાં ફુંકતો વીડિયો વાઇરલ:દિલ્હીની ટીમે વિદેશી ખેલાડીને ધંધે લગાડ્યો; મુંબઈના જ પ્લેયરે મલિંગાનો દાવ કરી નાખ્યો
    Next Article
    બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત:પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો, લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment