Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રન:રાજકોટ મોરબી હાઇવે પર ગવરીદડ ગામ નજીક ચાલીને જતા બેડીના યુવકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

    12 hours ago

    રાજકોટમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે મોડી રાત્રે રાજકોટ મોરબી હાઇવે પર ગવરીદડ ગામ નજીક ચાલીને જતા બેડી ગામના યુવકનું અજાણયા વાહનની ઠોકરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે કુવાડવા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. ગઈકાલે મોડી રાત્રીના રાજકોટ નજીક મોરબી રોડ પર ગવરીદડ ગામ પાસે એક અજાણ્યો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેને જોઈ તપાસી 108ના ઇએમટીએ સ્થળ ઉપર જ મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ થતા કુવાડવા પોલીસને કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકનું નામ જાણવા અને તેના વાલી વારસની શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક વિક્રમભાઈ મૂળજીભાઈ પરમાર (ઉં.વ.41) છે અને તે મોરબી રોડ પર આવેલ બેડી ગામનો જ રહેવાસી છે. મૃતક વિક્રમભાઈ ટ્રાવેલ્સમાં ક્લિનર તરીકે કામ કરતા ગઈકાલે રાત્રે તેઓ કોઈ ટ્રાવેલ્સમાં ગયા હતા અને પરત ગવરીદળ પાસે ઉતરી ગયા હશે અને ચાલીને જતા હોય ત્યારે કે રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઈને નાસી ગયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે પોલીસની પ્રાથમિક પુછપરછમાં વિક્રમભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હોવાનું અને પોતે અપરણિત હોવાનું સમયે આવ્યું છે. હાલ કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જવા બેઠક:દિલ્હીમાં MMIFF કનેક્ટ 2026નું રાષ્ટ્રીય સ્તરનું આયોજન
    Next Article
    બ્લેક પોઈન્ટ્સ પર પોલીસની ત્રીજી આંખની બાજ નજર:વરાછા બેંક લૂંટના કેસમાં મળેલી સફળતા બાદ સુરક્ષા નેટવર્કને અભેદ્ય બનાવવા 133 કરોડના ખર્ચે 1400 હાઈ-ટેક CCTV લગાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment