Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જવા બેઠક:દિલ્હીમાં MMIFF કનેક્ટ 2026નું રાષ્ટ્રીય સ્તરનું આયોજન

    2 days ago

    ભારતીય ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને પ્રાદેશિક ફિલ્મોને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી દિલ્હી ખાતે ‘MMIFF કનેક્ટ 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરની બેઠકમાં ખાસ કરીને ગુજરાતી સિનેમાના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રે નવી તકો અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં Mentor Mascot Indian Film Federation (MMIFF) ગુજરાતના પ્રદેશ પ્રમુખ આનંદ દોશીની આગેવાની હેઠળ સલીલ પટેલ, તન્મય શેઠ, ઉમી અમીન અને શ્યામ પટેલે પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની સાથે દિલ્હી અને બિહારના ઉદ્યોગ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં MMIFF ના ચેરમેન જિતેન્દ્ર જી., સેન્સર બોર્ડ ઓફ ઈન્ડિયા (CBFC) ના સભ્ય રોચિકા અગ્રવાલ અને MMIFF ના રાષ્ટ્રીય સચિવ જીતેન પરીખે હાજરી આપીને ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન કેનેડા, યુએસએ, યુકે અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં સ્થાપિત MMIFF ના નેટવર્ક દ્વારા ભારતીય પ્રોડક્શન હાઉસને મળતી સેવાઓ અને પ્રોત્સાહક યોજનાઓ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ચર્ચાનો મુખ્ય સૂર ભારત અને વિદેશી રાષ્ટ્રો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ફિલ્મોના માધ્યમથી વધુ ગાઢ બનાવવાનો હતો. ફિલ્મ નિર્માણ માટેની નવી માર્ગદર્શિકાઓ અને સરકારી પ્રોત્સાહનોનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય તે અંગે પણ મહત્વપૂર્ણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠક ગુજરાતી ફિલ્મોને માત્ર પ્રાદેશિક સીમાઓ સુધી મર્યાદિત ન રાખતા, આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ મજબૂત કરવામાં એક નિર્ણાયક પગલું ગણવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આજે વર્લ્ડ એથ્લેટિક્સ ડે:2025માં રાષ્ટ્રીય કક્ષાએ 45, આંતરરાષ્ટ્રીય કક્ષાએ 5 મેડલ સાથે 11 ખેલાડીઓનું પ્રતિનિધિત્વ
    Next Article
    હિટ એન્ડ રન:રાજકોટ મોરબી હાઇવે પર ગવરીદડ ગામ નજીક ચાલીને જતા બેડીના યુવકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment