Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે વર્લ્ડ એથ્લેટિક્સ ડે:2025માં રાષ્ટ્રીય કક્ષાએ 45, આંતરરાષ્ટ્રીય કક્ષાએ 5 મેડલ સાથે 11 ખેલાડીઓનું પ્રતિનિધિત્વ

    2 days ago

    યુવાઓની ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતતા અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની થીમ સાથે આજે તા.7 મેના રોજ ઉજવાતા ‘વર્લ્ડ એથ્લેટિક્સ ડે’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ‘કિડ્સ એથ્લેટિક્સ ડે’ના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે "પાવર ઑફ ફાઇવ" અભિયાનને વિશેષ રૂપે હાઈલાઈટ કરવામાં આવ્યું છે. 2025માં રાષ્ટ્રીય કક્ષાએ 45, આંતરરાષ્ટ્રીય કક્ષાએ 5 મેડલ સાથે 11 ખેલાડીઓનું પ્રતિનિધિત્વ ગુજરાતે કર્યુ છે. ખેલાડી રાહુલ જાખર અને કાજલ વાજા 22મી અંડર-20 એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા છે જે ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે. 23 જૂને ફેડરેશનમાં મને સિલ્વર મેડલ મળ્યો હતો ઋષિરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હું ભાવનગર થી છું અને છેલ્લા ચાર વર્ષથી એથલેટિક્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરું છું. મારી સફર વર્ષ 2016માં ભાવનગર DLSS સ્કૂલ સાથે શરૂ થઈ હતી. જ્યાં વર્ષ 2024 સુધી પ્રેક્ટિસ કરી હતી. જે બાદ નેશનલ કેમ્પમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ. જે પછી નડિયાદ એથ્લેટિક્સ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છું. ગત વર્ષે 23 જૂને ફેડરેશનમાં મને સિલ્વર મેડલ મળ્યો હતો. જેમાં 21.42 સેકન્ડનો રેકોર્ડ હતો. જ્યારે 2026માં ફર્સ્ટ ઈન્ડો એથલેટીકસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મળ્યો હતો. જેમાં 6.87 સેકન્ડનો રેકોર્ડ હતો અને હમણાં જ 24 જૂને ફેડરેશનમાં 21.25 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જે ટાઈમ સાથે વર્લ્ડ અંડર 20 અને એશિયન અંડર 20 માટે ક્વોલિફાય કર્યુ હતુ. 7 મે ના વર્લ્ડ એથલેટિક્સ ડે ની સૌ કોઈને શુભેચ્છા. ‘ખેલ મહાકુંભ’ અનેક ટેલેન્ટ માટે શક્તિશાળી પ્લેટફોર્મ સાબિત થયું ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રના વિકાસ માટે વિવિ પહેલો હાથ ધરતાં યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવ્યું છે. ખાસ કરીને હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરાવેલ ‘ખેલ મહાકુંભ’ અનેક ટેલેન્ટ માટે શક્તિશાળી પ્લેટફોર્મ સાબિત થયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ટેલેન્ટ બહાર આવી રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શિક્ષણ સાથોસાથ રમતગમત માટે પ્રોત્સાહિત કરતી 80 થી વધુ ઈન સ્કૂલ, 16 ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, તેમજ 1 હાઈ પરફોર્મન્સ સેન્ટર સહિત 4 સ્ટેટ એથલેટીક્સ એકેડમી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. નડિયાદ સ્થિત હાઈ પરફોર્મન્સ સેન્ટરના એથ્લેટિક્સ એક્સપર્ટ કોચ શિવમે જણાવ્યુ હતુ કે, એથલેટીક્સ એકેડમી ખાતે ‘સ્પ્રિન્ટ’, ‘જમ્પ’ એન્ડ ‘થ્રોસ’ ની ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે. એકેડમીમાં 40થી વધુ યુવાઓ તાલીમ લઇ રહ્યા છે. અહીંથી સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ખેલાડીઓ ભાગ લઇ ચુક્યા હોવાનું જણાવે છે. ગુજરાતે એથલેટીક્સમાં ઉંચી હરણફાળ ભરી ગુજરાતના ખેલાડીઓએ હાલમાં કર્ણાટક ખાતે 21 મી નેશનલ જુનિયર અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. રાહુલ જાખરે ડેકથાલોનમાં સિલ્વર, ઋષિરાજસિંહ ગોહિલે 200 મી. દોડમાં સિલ્વર, જયારે કાજલ વાજા 100 મી. દોડમાં અને રમીલા સોલંકીએ ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેમાંથી રાહુલ જાખર, કાજલ વાજા હોંગકોંગ ખાતે યોજાનાર 22 મી એશિયન ચેમ્પિયનશિપ અંડર-20 માં ક્વોલિફાય થયા છે. વર્ષ 2025- 26માં રાષ્ટ્રીય કક્ષાએ 11 ગોલ્ડ, 12 સિલ્વર તેમજ 22 બ્રોન્ઝ મેડલ્સ મળીને કુલ 45 અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 11 ખેલાડીઓએ સફળતાપૂર્વક ભાગ લઇ 5 મેડલ પ્રાપ્ત કરી ગુજરાતે એથલેટીક્સમાં માત્ર લાંબી નહી ઉંચી હરણફાળ ભરી છે તેમ ચોક્કસ કહી શકાય. રમતગમત ક્ષેત્રે રાજ્ય સરકારનું પ્રદાન રાજ્યમાં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ નવા સ્ટેડિયમ, રનિંગ ટ્રેક અને કોચિંગ સેન્ટર્સ ઉભા થવાથી ખેલાડીઓને સ્થાનિક સ્તરે જ સારી સુવિધાઓ મળી રહી છે.સરકાર દ્વારા ખેલાડીઓને સ્કોલરશિપ, તાલીમ, ડાયેટ સપોર્ટ અને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે, જેનાથી યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં, જ્યાં યુવાનોમાં સ્થિર જીવનશૈલી વધતી જાય છે ત્યાં એથ્લેટિક્સ જેવી રમતો તેમને ફિટનેસ અને સકારાત્મક જીવનશૈલી તરફ દોરી રહી છે. ફિટ ગુજરાત, ફિટ ઇન્ડિયાના મંત્ર સાથે ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.વર્લ્ડ એથ્લેટિક્સ ડે માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ ગુજરાતના યુવાનોને દોડવા, જીતવા અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવાની પ્રેરણા પુરી પાડશે તેમ ચોક્કસ કહી શકાય.
    Click here to Read More
    Previous Article
    ગાયને 'રાજ્યમાતા' જાહેર કરવા માંગણી:ગૌવંશ સંરક્ષણ અને ગૌહત્યા સામે કઠોર કાયદા માટે રજૂઆત
    Next Article
    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જવા બેઠક:દિલ્હીમાં MMIFF કનેક્ટ 2026નું રાષ્ટ્રીય સ્તરનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment