Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાયને 'રાજ્યમાતા' જાહેર કરવા માંગણી:ગૌવંશ સંરક્ષણ અને ગૌહત્યા સામે કઠોર કાયદા માટે રજૂઆત

    11 hours ago

    સિદ્ધપુરમાં કામધેનુ ગૌશાળા અને 'ગો સન્માન આહ્વાન અભિયાન' દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનમાં દેશી ગૌવંશના સંરક્ષણ, સંવર્ધન અને ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગાયને 'રાજ્યમાતા'નો દરજ્જો આપવા, સ્વતંત્ર ગૌ મંત્રાલયની સ્થાપના કરવા અને ગૌચરની જમીનોને દબાણમુક્ત કરવા સહિતની વિવિધ માંગણીઓ પણ રજૂ કરાઈ છે. 'ગો સન્માન આહ્વાન અભિયાન' અંતર્ગત 7 મે, 2026 થી વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ફેબ્રુઆરી 2027માં દિલ્હી ખાતે અહિંસક ધરણા અને 16 ઓગસ્ટ, 2027 થી ક્રમિક ઉપવાસ કરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે. આવેદનપત્ર સુપરત કરતા પહેલા સિદ્ધપુરના દેથલી ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા. મામલતદાર કચેરીમાં રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે આઝાદી સમયે દેશમાં પ્રતિ વ્યક્તિ 10 ગૌવંશ ઉપલબ્ધ હતા, જે હાલમાં ઘટીને પ્રતિ 10 વ્યક્તિએ માત્ર 1 ગૌવંશ થઈ ગયા છે. ગૌ-તસ્કરી, ગેરકાયદે કતલખાના અને રસ્તાઓ પર પ્લાસ્ટિક ખાવાથી થતા મૃત્યુને આ ચિંતાજનક સ્થિતિ માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે. અભિયાન દ્વારા ગુજરાત સરકારને કેન્દ્રને બંધારણના અનુચ્છેદ 48માં સુધારો કરી 'કેન્દ્રીય ગો સેવા અને સંરક્ષણ અધિનિયમ' લાગુ કરવા ભલામણ કરવાની માંગ કરાઈ છે. રાજ્ય સ્તરે તમામ કતલખાનાના લાયસન્સ રદ કરવા, ગૌવધને બિનજામીનપાત્ર ગુનાની શ્રેણીમાં મૂકી આજીવન કેદની સજા અને દોષિતોની મિલકત જપ્ત કરવાની જોગવાઈ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. આર્થિક અને સામાજિક સ્તરે ગૌવંશના ઉત્થાન માટે રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ અલગ 'ગો-સેવા અને સંવર્ધન મંત્રાલય' બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે 'ગો-વિજ્ઞાન' વિષયને ફરજિયાત બનાવવાની અને સરકારી મિડ-ડે મીલ તેમજ મંદિરોના પ્રસાદમાં માત્ર દેશી ગાયના ઘી-દૂધનો ઉપયોગ કરવાની માંગ કરાઈ છે. આરોગ્ય ક્ષેત્રે હાઈવે પર દર 50 થી 100 કિલોમીટરના અંતરે ગો-એમ્બ્યુલન્સ અને ટ્રોમા સેન્ટર ઉભા કરવા તેમજ દરેક પંચાયત દીઠ નંદીશાળા અને જિલ્લા સ્તરે આદર્શ ગો અભયારણ્ય સ્થાપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગૌચર જમીનોના મુદ્દે રજૂઆતમાં જણાવાયું છે કે નદી કિનારાની ભૂમિ, ઓરણ અને પરંપરાગત ગૌચરને અતિક્રમણમુક્ત કરી 'ગોચર વિકાસ બોર્ડ' હેઠળ આરક્ષિત કરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત:પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ પરથી પટકાયો
    Next Article
    આજે વર્લ્ડ એથ્લેટિક્સ ડે:2025માં રાષ્ટ્રીય કક્ષાએ 45, આંતરરાષ્ટ્રીય કક્ષાએ 5 મેડલ સાથે 11 ખેલાડીઓનું પ્રતિનિધિત્વ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment