Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક પોઈન્ટ્સ પર પોલીસની ત્રીજી આંખની બાજ નજર:વરાછા બેંક લૂંટના કેસમાં મળેલી સફળતા બાદ સુરક્ષા નેટવર્કને અભેદ્ય બનાવવા 133 કરોડના ખર્ચે 1400 હાઈ-ટેક CCTV લગાવાશે

    11 hours ago

    સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસને ઉકેલવામાં CCTVએ ભજવેલી નિર્ણાયક ભૂમિકા બાદ, હવે સમગ્ર શહેરમાં સીસીટીવી નેટવર્કનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની 133 કરોડની ગ્રાન્ટ હેઠળ સુરતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં વધુ 1400 નવા હાઈ-ટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. બેંક લૂંટની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું 27મી એપ્રિલના રોજ વરાછા ખાતેની એસબીઆઈ બેંકમાં ધોળે દિવસે થયેલી લૂંટની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. જોકે, ગુનેગારો ભલે ગમે તેટલા શાતિર હોય, પણ તેઓ 'નેત્રમ'ની નજરથી બચી શક્યા નથી. આ કેસમાં પોલીસે અંદાજે 1100 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ફૂટેજના આધારે જ આરોપીઓનું પગેરું મળ્યું અને નવ દિવસની સઘન તપાસ બાદ પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં સફળતા મળી. આ સફળતા પાછળ પોલીસની કુનેહની સાથે શહેરના ખૂણે-ખૂણે લાગેલા સીસીટીવી કેમેરાનો સિંહફાળો રહ્યો છે. મ્યુ. કમિશનર અને કમિશનરની આગેવાનીમાં ખાસ કમિટીની રચના શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતની આગેવાનીમાં એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી શહેરના સુરક્ષા પાસાઓનું નિરીક્ષણ કરી રહી છે. હાલ સુરત શહેરમાં 3570 CCTV કાર્યરત છે. નવા 1400 કેમેરા લાગ્યા બાદ આ સંખ્યા વધીને 4970 પર પહોંચશે. આ નવા કેમેરા ખાસ કરીને શહેરના એવા વિસ્તારો જ્યાં અત્યાર સુધી કેમેરાનો અભાવ હતો અને જે ગુનેગારો માટે સલામત આશરો ગણાતા હતા. શહેરના સરહદી અને આઉટર રિંગ રોડના વિસ્તારો. ઉત્રાણ, સચિન અને સાયણ જેવા રેલવે સ્ટેશનોને પણ આ નેટવર્ક સાથે સાંકળી લેવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે 100થી વધુ નવા ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ ઊભા કરાયા સુરત હવે 'મિની ભારત' તરીકે ઓળખાય છે, જ્યાં દેશના ખૂણે-ખૂણેથી લોકો રોજગારી માટે આવે છે. આ સમૃદ્ધિની સાથે ગુનાખોરીનું જોખમ પણ રહેતું હોય છે. નવી સિસ્ટમ દ્વારા 24 કલાક અને 365 દિવસ ચાંપતી નજર રાખવામાં આવશે. ખાસ કરીને લૂંટ, હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ પર અંકુશ મેળવવા અને ગુનેગારોને ભાગતા પહેલા જ પકડી પાડવા માટે આ ત્રીજી આંખ આશીર્વાદરૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    હિટ એન્ડ રન:રાજકોટ મોરબી હાઇવે પર ગવરીદડ ગામ નજીક ચાલીને જતા બેડીના યુવકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
    Next Article
    કનુ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ, સબજેલ હવાલે:HNGU માર્કશીટ કૌભાંડ: 7 દિવસમાં પોલીસને કોઈ કડી ન મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment