Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાયને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવાની માંગ:પાલનપુરમાં ગૌ ભક્તોએ વિશાળ રેલી યોજી, રજુઆત કરી

    10 hours ago

    પાલનપુરમાં ગૌ માતાના સન્માન અને રક્ષા માટે એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના રામલીલા મેદાનથી શરૂ થઈ હતી, જેમાં સંતો, મહંતો, હિન્દુ સમાજના આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા. ગૌ ભક્તોએ ગૌ હત્યા બંધ કરવા અને ગાયને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવાની માંગ સાથે બેનરો અને ધ્વજો લઈને શહેરભરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પાલનપુર નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. રેલીમાં ગૌ માતાના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર કડક કાયદા બનાવે તેવી માંગણી કરવામાં આવી હતી. ગૌ ભક્તોએ જણાવ્યું કે ગાય માત્ર પશુ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે, તેથી તેની રક્ષા કરવી સૌની જવાબદારી છે. નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ ગૌ ભક્તોએ આવેદનપત્રને બદલે 'પ્રાર્થના પત્ર' સુપરત કરી પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. આ રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ:ગરમીથી રાહત, આંબાના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા
    Next Article
    બોટાદ ટ્રાફિક પોલીસે જ્યોતિગ્રામ સર્કલે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:વાહનચાલકોને ટ્રાફિક નિયમો, રાહવીર યોજના અંગે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment