Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ:ગરમીથી રાહત, આંબાના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા

    11 hours ago

    ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. આ અચાનક આવેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ખાસ કરીને આંબાના પાકને લઈને ચિંતા વધી છે. સાપુતારા, આહવા અને વઘઈ સહિતના વિસ્તારોમાં બપોર બાદ આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા. પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી હતી. સાપુતારા જેવા હિલ સ્ટેશન વિસ્તારમાં વરસાદી માહોલને કારણે પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી. ઠંડા પવન અને ઝરમર વરસાદ વચ્ચે પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો. અનેક સ્થળોએ બાળકો અને યુવાનો વરસાદમાં ભીંજાતા જોવા મળ્યા હતા. બીજી તરફ, ખેડૂતો માટે આ વરસાદ ચિંતાજનક બન્યો છે. હાલમાં ડાંગ જિલ્લામાં આંબાના પાકની સીઝન ચાલી રહી છે. અચાનક પડતા વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે આંબાના પાકમાં રોગચાળો ફેલાવવાની તેમજ કેરી ખરવાની શક્યતા વધી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જો આગામી દિવસોમાં પણ આવું વાતાવરણ યથાવત રહેશે તો પાકને વધુ નુકસાન પહોંચી શકે છે. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારે એક તરફ લોકોને ગરમીમાંથી રાહત આપી છે, જ્યારે બીજી તરફ ખેડૂતો માટે ચિંતાની સ્થિતિ ઊભી કરી છે.
    Click here to Read More
    Previous Article
    લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું:ટ્રાફિકમાં ફરજ બજાવતા TRB જવાને યુવતી સાથે મૈત્રી કરાર કર્યા, પોલીસે આરોપી કલ્પેશની ધરપકડ કરી
    Next Article
    ગાયને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવાની માંગ:પાલનપુરમાં ગૌ ભક્તોએ વિશાળ રેલી યોજી, રજુઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment