Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ટ્રાફિક પોલીસે જ્યોતિગ્રામ સર્કલે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:વાહનચાલકોને ટ્રાફિક નિયમો, રાહવીર યોજના અંગે માર્ગદર્શન અપાયું

    9 hours ago

    બોટાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા જ્યોતિગ્રામ સર્કલ પાસે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પસાર થતા વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રાફિક પોલીસના જવાનોએ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરીને વાહનચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપી હતી. ખાસ કરીને, હેલ્મેટ વગર વાહન ચલાવતા અને ચાલુ બાઈક પર મોબાઈલનો ઉપયોગ કરતા ચાલકોને સમજાવવામાં આવ્યા. આ ઉપરાંત, હેલ્મેટ પહેરવાના ફાયદા અને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી થતા અકસ્માતોના જોખમ વિશે પણ જાગૃત કરાયા હતા. સરકારની રાહવીર યોજના અને અન્ય ટ્રાફિક સંબંધિત યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી. બોટાદ ટ્રાફિક પીએસઆઈ બી. વી. ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી. ટ્રાફિક પોલીસના આ પ્રયાસને વાહનચાલકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાયને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવાની માંગ:પાલનપુરમાં ગૌ ભક્તોએ વિશાળ રેલી યોજી, રજુઆત કરી
    Next Article
    સુરત સિવિલને બદનામ કરવા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકનો ડ્રામા, CCTV:સિક્યુરિટી ગાર્ડ્સ પર ટાયરની હવા કાઢવાનો ખોટો આરોપ લગાવી માથાકૂટ કરી, બીજાના દર્દીને પોતાના ગણાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment