Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગૌહત્યા પ્રતિબંધ માટે રેલી યોજાઈ:સંતો-મહંતો અને સનાતની હિન્દુઓ મોટી સંખ્યામાં જોડાયા

    12 hours ago

    દેશભરમાં ૭ મેના રોજ 'ગૌ સમ્માન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા અને ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા માટે ગુજરાતના ૨૬૮ તાલુકાઓમાં રેલીઓ યોજાઈ હતી. સંતો-મહંતોની આગેવાની હેઠળ ભગવા ધ્વજ સાથે યોજાયેલી આ રેલીઓ બાદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્રો સુપ્રત કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત પાટણ શહેરમાં પણ એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. પાટણ શહેરમાં રંગીલા હનુમાન મંદિર ખાતેથી આ રેલી શરૂ થઈ હતી. તેમાં સંતો-મહંતો, વિવિધ ગૌશાળાના સંચાલકો, સનાતન સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સનાતની હિન્દુઓ જોડાયા હતા. ભગવા ધ્વજ સાથે આ રેલી મામલતદાર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ભારતભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌમાતાને 'રાષ્ટ્રમાતા', 'રાષ્ટ્રદેવ', 'રાષ્ટ્રઆરાધ્ય', 'રાષ્ટ્રધરોહર' અથવા 'રાષ્ટ્રઆધાર' જેવા સન્માનિત પદ આપવાની પણ માંગ કરાઈ હતી. ગૌસેવા માટે કેન્દ્રીય કાયદો લાગુ કરવા અને દેશભરમાં સમાનરૂપે ગૌસેવા થઈ શકે તે માટે કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની રચના કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સનાતન હિન્દુઓએ આગામી કાર્યક્રમોની પણ જાહેરાત કરી છે. આગામી ૨૭ જુલાઈએ તમામ જિલ્લા કક્ષાએ કલેક્ટરને આવેદનપત્રો સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ, ૨૭ ઓક્ટોબરે રાજ્ય કક્ષાએ સચિવ મારફતે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને આવેદનપત્રો સુપ્રત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં IPL સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:ન્યુ વિધ્ય પેપર દુકાન પાસે કાર્યવાહી, ₹11,100 નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    'સ્માર્ટ સિટી'ના દાવા વચ્ચે જળ સંકટ:છેવાડાના અનેક વિસ્તારો હજુ પણ ટેન્કરના ભરોસે, તંત્રની 'નલ સે જલ' યોજના સામે સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment