Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં IPL સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:ન્યુ વિધ્ય પેપર દુકાન પાસે કાર્યવાહી, ₹11,100 નો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    પાટણ શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બગવાડા દરવાજા નજીક આવેલી એક દુકાન પાસેથી મોબાઈલ આઈડી દ્વારા સટ્ટો રમાડતા આરોપી પાસેથી પોલીસે કુલ ₹11,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ભોપાજીને બાતમી મળી હતી કે બસ સ્ટેશન સામે આવેલ ન્યુ વિધ્ય પેપર નામની દુકાન પાસે એક શખ્સ એન્ડ્રોઈડ મોબાઈલમાં આઈડી વડે ટાટા આઈપીએલ ટ્રોફીની સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા હિતેશ જયંતિલાલ પટેલ (રહે. સુવિધીનાથ સોસાયટી, કાળકા રોડ, પાટણ) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે આરોપીના મોબાઈલની તપાસ કરતા તેમાં ‘Thetiger247.com’ નામની સાઈટ ખુલેલી જોવા મળી હતી, જેમાં યુઝરનેમ ‘Bnk321’ થી લોગીન થયેલું હતું. આ આઈડીમાં બેલેન્સ તરીકે ₹32000.60 દર્શાવતા હતા અને ચાલી રહેલી ક્રિકેટ મેચના સેશન્સ પર સટ્ટાના આંકડા લગાડેલા જોવા મળ્યા હતા. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે બે મહિના અગાઉ ગુગલ ક્રોમમાં જાહેરાત જોઈ આ આઈડી ઓનલાઈન મેળવી હતી. પોલીસે આરોપી પાસેથી ₹10,200 ની કિંમતનો ઓપો રેનો-7 5G મોબાઈલ ફોન, ₹900 ની રોકડ રકમ અને સટ્ટાના લખાણવાળા 4 સ્ક્રીનશોટ પેજ મળી કુલ ₹11,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12A મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દશરથજી ભોપાજી ઠાકોરને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્માના ધાણોધરડાના મહિલા તલાટી પર સરપંચ દંપતીનો હુમલો:બિલ પાસ ન કરતા જાતિવિષયક અપમાન કરી જાનથી મારવાની ધમકી આપી, નોંધાઈ પોલીસ ફરિયાદ
    Next Article
    પાટણમાં ગૌહત્યા પ્રતિબંધ માટે રેલી યોજાઈ:સંતો-મહંતો અને સનાતની હિન્દુઓ મોટી સંખ્યામાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment