Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્માના ધાણોધરડાના મહિલા તલાટી પર સરપંચ દંપતીનો હુમલો:બિલ પાસ ન કરતા જાતિવિષયક અપમાન કરી જાનથી મારવાની ધમકી આપી, નોંધાઈ પોલીસ ફરિયાદ

    9 hours ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામે ફરજ બજાવતા મહિલા તલાટી કમ મંત્રી પર સરપંચ અને તેમના પતિએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પંચાયતના નિયમ વિરુદ્ધના નાણાકીય વ્યવહારોમાં સહી કરવાનો ઇનકાર કરતા સરપંચ દંપતીએ તલાટીને જાતિવિષયક અપમાનિત કરી જાનથી મારવાની ધમકી આપી હતી. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ધાણોધરડા ગ્રામ પંચાયતમાં 23 ઓગસ્ટ, 2023 થી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ડ્રીમાન્કીબેન જયંતસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ગામના સરપંચ શીલ્પાબેન ચંપુજી ઠાકોરના પતિ ચંપુજી સોવનજી ઠાકોર પંચાયતની કામગીરીમાં બિનકાયદેસર દખલગીરી કરતા હતા. જાન્યુઆરી 2026 માં, સરપંચ પતિએ વહીવટી મંજૂરી કે ગ્રામ પંચાયતના ઠરાવ વગર બોરની મોટર, નાળું નાખવા અને CCTV કેમેરાના રિપેરિંગ પેટે કુલ 2,40,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ બિલોના નાણાં ચૂકવવા માટે તલાટી પર દબાણ કરવામાં આવતું હતું, પરંતુ નિયમ મુજબ મંજૂરી ન હોવાથી તલાટીએ નાણાં ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આ વિવાદને પગલે સરપંચ પતિએ તલાટીને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પંચાયતની ચેમ્બરમાં પોતાના ખર્ચે CCTV કેમેરા લગાવી તેનું એક્સેસ પોતાના મોબાઈલમાં રાખી તલાટી પર દેખરેખ રાખતા હતા. 6 મે, 2026 ના રોજ બપોરે જ્યારે તલાટી ઓફિસમાં હાજર હતા, ત્યારે સરપંચ શીલ્પાબેન અને તેમના પતિ ચંપુજી ત્યાં આવ્યા હતા. જૂના હિસાબોમાં સહી કરવાનું કહેતા ચંપુજી ઉશ્કેરાઈ ગયા હતા અને તલાટીને જાતિવિષયક ગાળો આપી "ઢેડી ચલ બહાર નીકળ" કહી અપમાનિત કર્યા હતા. ઘટના દરમિયાન, જ્યારે તલાટીએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સરપંચ શીલ્પાબેને તેમના હાથમાંથી મોબાઈલ પડાવી લેવાનો પ્રયાસ કર્યો અને તલાટીને છાતીના ભાગે જોરથી મુક્કો માર્યો. આ સાથે જ ચંપુજીએ બહારથી લાકડી લાવી તલાટીને મારવાનો પ્રયત્ન કરી જાનથી મારવાની ધમકી આપી હતી. ભયભીત થયેલા તલાટીએ તાત્કાલિક 112 હેલ્પલાઈન પર જાણ કરતા પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચી હતી. તલાટીની તબિયત બગડતા તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચાણસ્મા પોલીસે આ મામલે બી.એન.એસ., જી.પી.એ. અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ જયસુખલાલ રેણુકાને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું:કોર્ટે આરોપી પિતાની જામીન અરજી ફગાવી, જેલમાં જ રહેશે
    Next Article
    પાટણમાં IPL સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો:ન્યુ વિધ્ય પેપર દુકાન પાસે કાર્યવાહી, ₹11,100 નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment