Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું:કોર્ટે આરોપી પિતાની જામીન અરજી ફગાવી, જેલમાં જ રહેશે

    8 hours ago

    વાપીની પોક્સો કોર્ટે પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવાના આરોપી પિતાની જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપીને જેલમાં જ રાખવાનો આદેશ કર્યો છે. ડુંગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી પર તેની 12 વર્ષની સગીર પુત્રી સાથે ફેબ્રુઆરી 2026 થી એપ્રિલ 2026 દરમિયાન વારંવાર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. પિતા પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપીને આ કૃત્ય કરતો હતો. સગીરાએ હિંમત કરીને આ અંગે જાણ કરતા ડુંગરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ જેલમુક્ત થવા માટે વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ પિતા જેવા પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે અને ભોગ બનનાર બાળકી પર દબાણ આવવાની શક્યતા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, સ્પેશિયલ જજ ડૉ. એચ. એન. વકીલએ સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, સગીર દીકરી સાથે પિતા દ્વારા આચરવામાં આવેલો આ ગુનો અત્યંત ગંભીર અને માનવતા વિરોધી છે. પરિણામે, કોર્ટે આરોપી પિતાની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળ પરિણામના બે દિવસ બાદ સુવેન્દુના પીએની હત્યા:3 સકંજામાં, માતા બોલી- મમતાની હારનો બદલો મારા દીકરા સાથે લીધો
    Next Article
    ચાણસ્માના ધાણોધરડાના મહિલા તલાટી પર સરપંચ દંપતીનો હુમલો:બિલ પાસ ન કરતા જાતિવિષયક અપમાન કરી જાનથી મારવાની ધમકી આપી, નોંધાઈ પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment