Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્માર્ટ સિટી'ના દાવા વચ્ચે જળ સંકટ:છેવાડાના અનેક વિસ્તારો હજુ પણ ટેન્કરના ભરોસે, તંત્રની 'નલ સે જલ' યોજના સામે સવાલ

    14 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને 'સ્માર્ટ સિટી' બનાવવાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી જોજન દૂર છે. આજે પણ શહેરના અનેક છેવાડાના વિસ્તારો પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત માટે વલખાં મારી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ રાજકોટના વોર્ડ નંબર 11, 12 અને 18માં સ્થિતિ સ્ફોટક બની છે, જ્યાં લોકોએ પાણી માટે સંપૂર્ણપણે ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. વેસ્ટ ઝોનમાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં જળસ્તર ઘટતા હાલાકી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 11 અને 12માં જળસ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે. આ વિસ્તારોમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગોના જૂના બોર હવે ડુકી ગયા છે, અને જે કાર્યરત છે તેમાં ક્ષારયુક્ત બિન-પીવાલાયક પાણી આવી રહ્યું છે. વેસ્ટ ઝોનના અંદાજે 16 વિસ્તારો પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. લગભગ 28,277 ફ્લેટ ધારકોને દરરોજ 3,60,000 લીટર પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવે છે. પાઈપલાઈન નેટવર્ક પહોંચાડવામાં મનપા તંત્રની નિષ્ફળતા અહીં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વોર્ડ-18માં મુખ્ય લાઈન પહોંચી નથી પૂર્વ રાજકોટની સ્થિતિ પશ્ચિમ કરતા પણ વધુ ગંભીર છે. વોર્ડ નંબર 18, વાવડી અને લક્ષ્મીના ધોળા જેવા વિસ્તારોમાં હજુ સુધી મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. ડંકીઓ ડુકી જવાને કારણે ગરીબ પરિવારો અને મહિલાઓને માથે બેડા લઈને દૂર સુધી ભટકવું પડે છે. તંત્ર દ્વારા ટેન્કરના ટેન્ડરો તો બહાર પડાયા છે, પરંતુ મંછાનગર અને આસપાસના વિસ્તારોમાં એજન્સીઓ દ્વારા સમયસર પાણી ન પહોંચાડવાની ફરિયાદો ઉઠી રહી છે. નબળી વિતરણ વ્યવસ્થાથી લોકોને હાલાકી શહેરની દૈનિક જરૂરિયાત અંદાજે 400 MLD પાણીની છે. તંત્ર પાસે આજી, ન્યારી અને સૌની યોજના મારફતે નર્મદાના નીર ઉપલબ્ધ છે, તેમ છતાં નબળી વિતરણ વ્યવસ્થાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. તંત્ર ભલે ચાલુ વર્ષે 40,000 નવા નળ કનેક્શન આપ્યા હોવાનો દાવો કરે, પણ હકીકત એ છે કે હજુ પણ હજારો લોકો ટેન્કરના ભરોસે જીવી રહ્યા છે. વોર્ડ નંબર 11 ના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓની સ્થિતિ નીચે મુજબ છે રંગોલી પાર્ક આવાસ યોજના: કાલાવડ રોડ નજીક આવેલી આ મુખ્યમંત્રી ગૃહ યોજનામાં 1164 ફ્લેટ ધારકો છેલ્લા 10 વર્ષથી નળ કનેક્શનની રાહ જોઈ રહ્યા છે. અહીં દરરોજ 5000 લીટરની ક્ષમતા ધરાવતા 35 ટેન્કરો મોકલવામાં આવે છે. ગોકુલમ હાઉસિંગ સોસાયટી: અહીં 200 ફ્લેટ માટે દૈનિક 6 ટેન્કર ફાળવવામાં આવ્યા છે. સવન સ્ટેટ્સ ફ્લેટ્સ: આ સોસાયટીના 176 પરિવારો માટે દરરોજ 6 ટેન્કરનો ફેરો કરવામાં આવે છે. શ્રી હાઉસિંગ સોસાયટી: અહીં 224 પરિવારો પાણી માટે 7 ટેન્કર પર નિર્ભર છે. અન્ય ફ્લેટ્સ: વોર્ડ નં. 11 ના અન્ય 6 ફ્લેટ્સમાં રહેતા 266 પરિવારો માટે 9 ટેન્કર, એક્વાબ્લ્યુ એન્ટરપ્રાઈઝના 88 ફ્લેટ માટે 3 ટેન્કર અને હિલટોન બીલેવ્યુના 56 ફ્લેટ માટે 2 ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. આગામી સમયમાં સ્થિતિ વધુ વણસવાની ભીતિ ઉનાળાની શરૂઆતમાં જ જો આટલા મોટા પાયે જળ સંકટ સર્જાયું હોય, તો ચાલુ મહિનાના બાકીના દિવસો અને જૂન મહિનાના આકરા તાપમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. શહેરીજનોની એક જ માંગ છે કે તંત્ર 'યુદ્ધના ધોરણે' પાઈપલાઈનનું કામ પૂર્ણ કરે અને દરેક સોસાયટી અને આવાસ યોજનામાં કાયમી નળ કનેક્શનની સુવિધા આપે. જો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે, તો જનતાનો રોષ ગમે ત્યારે ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ગૌહત્યા પ્રતિબંધ માટે રેલી યોજાઈ:સંતો-મહંતો અને સનાતની હિન્દુઓ મોટી સંખ્યામાં જોડાયા
    Next Article
    Dwarka Crime News | હર્ષદ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment